હવે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન જાપાનની જુગલબંધી સફળ : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની કંપનીઓને ભારતમાં રોકાણ વધારવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત તેમની ચિંતાઓના નિરાકરણ માટે પોતે આગળ વધીને પહેલ કરશે. આજે દરેક વૈશ્વિક કંપની પાસે ભારત માટો રોકાણની રણનીતિ છે અને જાપાની કંપનિઓ પણ તેમા અપવાદ નથી. આ આશ્ચર્યની વાત નથી કે જાપાન ભારતમાં ચોથુ સૌથી મોટુ રોકાણકાર છે. જાપાની કંપનીઓનું રોકાણ સેવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિમા તથા ઇ કોમર્સ, નવી તથા જુની યોજનાઓ દરેકમાં છે. અમે જાપાન પાસે વધારે રોકાણની આશા રાખીએ છીએ.તેના માટે અમે તમારી ચિંતાઓના નિરાકરણ માટે સ્વયં પહેલ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા દરમિયાન ખુબ જ મહત્વની સિવિલ ન્યૂક્લિયર ડીલ સમજુતી પર બંન્ને દેશોના હસ્તાક્ષર થઇ ચુક્યા છે. દુનિયામાં અણુ હૂમલો સહન કરનાર વિશ્વનો એકમાત્ર દેશ જાપાને પહેલીવાર કોઇ એવા દેશ સાથે ડિલ કરી છે, જેણે પરમાણુ અપ્રસાર સંધી પર હસ્તાક્ષર ન કર્યા હોય. 11 નવેમ્બર વિએનામાં ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપની મીટિંગ યોજવાની છે. જે ગ્રુપમાં ભારતની એન્ટ્રીનો મુદ્દો ઉઠે તેવી શક્યતાઓ છે.

વિદેશ મંત્રાલયે શુક્રવારે જાપાન સાથે સિવિલ ન્યૂક્લિયર ડીલ પર સમજુતી અંગેની માહિતી આપી હતી. ડિસેમ્બર 2015માં જાપાનનાં વડાપ્રધાન શિંજો અબે ભારત આવ્યા હતા. ત્યાર બંન્ને દેશોએ સિવિલ ન્યૂક્લિયર એગ્રીમેન્ટનો નિર્ણય લીધો હતો. ભારત અત્યાર સુધી અમેરિકા સહિતનાં 11 દેશો સાથે સિવિલ ન્યૂક્લિયર ડીલ કરી ચુક્યું છે. પરંતુ જાપાન સાથેની આ ડીલ ઘણી મહત્વની છે.

ન્યૂક્લિયર એનર્જી પ્લાન્ટોમાં સેફ્ટીની દ્રષ્ટીએ જાપાની ટેક્નોલોજીને સૌથી સુરક્ષીત અને વિશ્વસનીય માનવામાં આવે છે. ફુકુશિમામાં ન્યૂક્લિયર પ્લાન્ટની દુર્ઘટના બાદ જાપાનમાં એટમી ઉર્જાના મુદ્દે મતમતાંતર જોવા મળે છે.

વડાપ્રધાન મોદીએ ટોક્યોમાં સંયુક્ત પત્રકાર પરિષદામાં જણાવ્યું કે જાપાન અને ભારતની વચ્ચે થયેલી સમજુતી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવશે. મોદીએ જાપાની વડાપ્રધાનને NSGમાં ભારતનાં સભ્યપદના સમર્થન માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ભારત – જાપાન વચ્ચેની ડીલને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું કે આ ડીલબંન્ને દેશો વચ્ચેના સંબંધોની મજબુતી દર્શાવે છે.

You might also like