દાવોસમાં વાગશે ભારતનો ડંકો, PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2018ની પ્રથમ મુલાકાત આ મહીને થઇ શકે છે. દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઇએફ)નું આયોજન 23 થી 26 જાન્યુઆરીની વચ્ચે આયોજન કરવામાં આવેલ છે. આ સંમેલનને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે.

બીજી તરફ અમેરિકાના વ્હાઇટ હાઉસે પણ સત્તાવાર સમર્થન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા તરફથી પાકિસ્તાન તરફ સતત દબાણ વચ્ચે પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ ચોથી મુલાકાત હશે.

આ અગાઉ બંને નેતા પીએમ મોદીના અમેરિકા પ્રવાસમાં, આસિયાન સમિટ અને એસસીઓ સમિટમાં મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારતની મુલાકાતે આવી હતી.

You might also like