મોજામ્બિકમાંથી દાળોની આયાત કરીને ભાવ ઘટાડશે મોદી

મોજામ્બિક : ચાર આફ્રીકન દેશો સાથે પોતાની યાત્રાનાં પ્રથમ ચરણમાં મોજામ્બિક પહોંચેલા વડાપ્રધાન મોદીએ ગુરૂવારે રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી અને ન્યૂસીએ રોકાણ અને ખાદ્ય સુરક્ષા સહિત કેટલાક મહત્વની સમજુતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતની દ્રષ્ટિએ દાળોની આયાતનાં મુદ્દે થયેલી સમજુતી સૌથી મહત્વની રહી. મોદી સરકાર તેનાં દ્વારા દેશમાં કઠોળની વધી રહેલી કિંમતો પર લગામ કસવાનો પ્રયાસ કરશે.

મોજામ્બિકની રાજધાની મૈપુટોમાં વાતચીત બાદ બહાર પડાયેલા સંયુક્ત નિવેદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ન્યૂસી અને મારી વચ્ચે સંરક્ષણ મુદ્દે કેટલીક સમજુતીઓ થઇ છે. મને અહીં આપવામાં આવેલા સન્માન બદલ રાષ્ટ્રપતિ ન્યૂસી, સરકાર અને મોજામ્બિકનાં લોકોનો આભારી છું.

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ફિલિપ વચ્ચે યુવા મુદ્દે અને રમતગમત તથા કઠોળની ખરીદી મુદ્દે લોંગ ટર્મ એગ્રીમેન્ટ સહિત ત્રણ મહત્વની સમજુતીઓ થઇ હતી. મોદીએ કહ્યું કે મોઝામ્બિકનાં સ્વાસ્થય જગતની મજબુતી માટે ભારત જરૂરી દવાઓ ડોનેટ કરતું રહેશે. ખાસ કરીને એડ્સને પહોંચી વળવા માટે જરૂરી દવાઓની મદદ ભારત ચાલુ રાખશે. આર્થિક સમૃદ્ધીની દિશામાં મોજામ્બિકની સાથે ભારત પણ કદમ મિલાવીને ચાલશે. અમે ભરોસાપાત્ર મિત્રો છીએ.

વડાપ્રધાને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સાંપ્રત સમયમાં આતંકવાદ એક મોટી સમસ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓમાં ભારત અને મોઝામ્બિક એકબીજાની સાથે ઉભા છે. ડ્રગ તસ્કરી રોકવા માટે પણ અમારી વચ્ચે સંમતી સધાઇ છે. મોદીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે, પ્રેસિડેન્ટ ન્યૂસીનાં નેતૃત્વમાં ભારતીય રોકાણકારોને સારૂ વાતાવરણ પ્રાપ્ત થશે. મોદીએ કહ્યું કે મોજામ્બિકને જે જરૂરીયાત છે તે ભારતમાં ઉપલબ્ધ છે. અમે બંન્ને એકબીજાની સાથે છીએ. અમે ખાદ્ય સુરક્ષા જેટલા કેટલાક મહત્વનાં મુદ્દા પર અમારી ભાગીદારી મજબુત કરી રહ્યા છીએ. એગ્રીકલ્ચરનાં મુદ્દે સહયોગ ફાસ્ટટ્રેક રીતે આગળ વધારવા અંગે પણ સંમતી સધાઇ છે.

You might also like