મે મહિનામાં ટ્રંપ સાથે મુલાકાત કરી શકે છે PM મોદી, થઇ રહી છે તૈયારીઓ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વચ્ચે પહેલી મુલાકાત આ વર્ષે મે મહિના સુધી થઇ શકે છે. કેટલાક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બંને દેશોના રાજદૂતો આ માટે અમેરિકાની મુલાકાતની સંભાવનાઓ શક્ય કરલા લાગી પડ્યા છે.

જો કે મોદી અને ટ્રંપ જુલાઇમાં જર્મનીના શહેર હેંબર્ગમાં થનાર જી 20 દેશોના સંમેલનમાં પણ એકબીજા સાથે મુલાકાત કરશે. પરંતુ મળતી માહિતી અનુસાર બંને તરફની સરકારો આ નેતાઓની વચ્ચે જલ્દી દ્વીપક્ષીય વાતો ઇચ્છે છે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની સિયાસી પાર્ટીઓમાં મોટાભાગે દરેક સમસ્યા પર મતભેદો થઇ રહ્યા છે. પરંતુ ભારત સાથે સંબંઘ એ પસંદગીની સમસ્યામાંથી એક છે જેની પર રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓ એક મંતવ્ય રાખે છે. મોદીની સામે ટ્રંપની સાથે મુલાકાતમાં ચર્ચા માટે H 1B વિઝાનો મુદ્દો સૌથી મહત્વનો હશે કારણ કે પ્રવાસીઓ વિરુદ્ધ ટ્રંપની કડક નીતિથી ભારતના સોફ્ટવેર સેક્ટરને નુકસાન ઉઠાવું પડી શકે છે.

હાલમાં લડાકૂ વિમાન બનાવનાર લોકહીડ માર્ટિન અને સેલફોન કંપની એપલએ ભારતમાં કરાખાનું બનાવવા માટેની રજૂઆત કરી છે. પરંતુ ટ્રંપ કહી ચૂક્યા છે કે વિદેશોમાં મોકરી લઇ જનારી અમેરિકાની કંપની પર ટેક્સ વધારવામાં આવશે.

મોદી દુનિયાના એ નેતાઓમાંથી હતાં જેમણે સૌથી પહેલા ટ્રંપને જીતની શુભેચ્છા પાઠવી હતી. બદલામાં ટ્રંપે પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ બ્રિટેન જેવા નજીકના મિત્રોના પ્રધાનમંત્રી પહેલા મોદીને ફોન લગાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બંને દેશોની વચ્ચે વિઝા જેવી સમસ્યા પર ચૂપીથી વાતચીત પણ શરી થઇ ગઇ છે. ટ્રંપ પ્રશાસનમાં રક્ષા મંત્રી જેમ્સ મેટિસએ પણ પોતાના ભારતીય સહયોગી મનોહર પર્રિકર સાથે વાત કરી ચૂક્યા છે. નોંધનીય છે કે આ મહિનામાં અમેરિકાના 19 સાંસદ ભારત આવવાના છે.

VISIT: http://sambhaavnews.com/

You might also like