શાંતિદૂતનાં સફળ લોન્ચિંગ બાદ સાર્ક દેશોએ મોદીનો આભાર માન્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ એશિયા સંચાર ઉપગ્રહનાં સફળ લોન્ચિંગ બાદ 6 સાર્ક દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની માહિતી આપી હતી. વડાપ્રધાને કહ્યું કે તેમને બે વર્ષ પહેલા જે વચન આપ્યું હતું તેને પુરૂ કર્યું છે. વડાપ્રધાને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ માલદિવ અને શ્રીલંકાનાં રાષ્ટ્રાધ્યક્ષોની સાથે ઉપગ્રહનું સફળ લોન્ચિંગ અંગેની માહિતી કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે અમે 2 વર્ષ પહેલા વચન આપ્યું હતુ, આજે તેને પુરૂ કર્યુ. આ દક્ષિણ એશિયામાં આંતરિક સહયોગની મોટી શરૂઆત છે. તેના કારણે દક્ષિણ એશિયાની લગભગ ડોઢ અબજની વસ્તીનો ફાયદો થસે. તેમણે કહ્યું કે આના સફળ લોન્ચિંગની ઉજવણી કરવા માટે આપણે અહીં એકત્ર થયા છીએ. આપણે આગળ પણ પ્રયાસ કરવાની જરૂર છે. એડવાન્સ સ્પેસ ટેક્નોલોજીથી દક્ષિણ એશિયાનાં લોકોને ઘણી માહિતી મળશે.

તેમણે કહ્યું કે, દક્ષિણ એશિયા સંચાર ઉપગ્રહનાં લોન્ચથી અસરદાર સંચાર વ્યવસ્થા, સારૂ બેન્કિંગ સર્વિસ, હવામાનની અનુમાન, મેડિકલ સુવિધા માટે ટેલિમેડિસિન વગેરેમાં ફાયદો થશે. તેમણે કહ્યું કે ઉપગ્રહ લોન્ચ કરનારા ઇસરોનાં વૈજ્ઞનિકોને શુભકામનાઓ. આપણુ લક્ષ્યાંક સૌનો સાથ સૌનો વિકાસ છે. આ ઉપગ્રહ ક્ષેત્રમાં વિકાસ અને શાંતિ લાવશે. તેનાંથી સહયોગ વધશે. વિનાશ નહી વિકાસ આવશે. ગરીબી નહી અમીરી વધશે.

આ પ્રસંગે 6 અન્ય દેશોનાં હેડ ઓફ સ્ટેટએ પણ ભારત અને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. અફઘાની રાષ્ટ્રપતિએ કહ્યું કે ક્ષેત્રીય સહયોગ વધારવા માટેનાં ભારતનાં પ્રયાસોનાં વખાણ થવા જોઇએ. ગરીબો અને વંચીતો માટે આ કામ ખુબ જ જરૂરી છે. સાથે રહીને આપણે વિકાસ કરી શકીએ છીએ. આ ઉપગ્રહથી પ્રકૃતીને સારી રીતે સમજી શકાશે. હવે જમીનથી જ નહી પરંતુ હવે હવાથી પણ વધારે સહયોગ વધશે.

You might also like