દેશની પ્રથમ હાઇસ્પીડ ટ્રેન તેજસ શરૂ : એરોપ્લેન જેવી સુવિધા

મુંબઇ : રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ આજે દેશની પ્રથમ હાઇ સ્પીડ અને અનેક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસને મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતેથી લીલીઝંડી આપી હતી. નવી પ્રીમિયન ટ્રેન અઠવાડીયામાં પાંચ દિવસ મુંબઇ ગોવા વચ્ચે દોડશે. ચોમાસા દરમિયાન આ ટ્રેન અઠવાડીયામાં ત્રણ દિવસ દોડશે. ટ્રેન મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસથી દર મંગળ, બુધ, શુક્ર શનિ અને રવિવારે સવારે પાંચ વાગ્યે ઉપડશે. જે 1.30 વાગ્યે ગોવાનાં કરમાનલી સ્ટેશને પહોંચશે.

કરમાલીથી આ ટ્રેન દર મંગળ,બુધષશુક્ર શનિ અને રવિવારે બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને ટ્રેન આજ દિવસે રાત્રે 11 વાગ્યે મુંબઇ પહોંચશે. શુક્રવારે રેલ્વે મંત્રી સુરેશપ્રભુએ સફદરગંજ રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનનું ઇન્સપેક્શન કર્યું હતું. તેજસ ટ્રેનમાં ચા – કોફીનાં વેડિંગ મશીન ઉપરાંત દરેક સીટ પર એલસીડી સ્ક્રીન અને વાઇફાઇ સુવિધા પણ હશે. ટ્રેનનાં 20 કોચમાં આ સુવિધાઓ હશે. ખાસ વાત છે કે આ દેશની પહેલી એવી ટ્રેન હશે જેનાં તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા બંધ થઇ જવાની સાથે સુરક્ષીત ગેંગવેઝ હશે.

હાલમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગ માત્ર મેટ્રો ટ્રેનમાં છે. ટ્રેનમાં ગેંગવેઝ ખુલ્લા હોય છે, જેને સુરક્ષિત માનવામાં નથી આવતી. બજેટમાં કરવામાં આવેલા વાયદા પ્રમાણે મુંબઇ – ગોવા પછી બીજી તેજસ ટ્રેનને દિલ્હી – ચંદીગઢ રૂટ પર ચલાવવામાં આવે તેવા અણસાર છે. ટ્રેનની પહેલી રેકને રેલ્વે કોચ ફેક્ટરી કપૂરથલામાં તૈયાર કરવામાં આવી ઈછે.

You might also like