વ્હીલચેર પર મોડલિંગ કરે છે આ મોડલ, લાખો છે તેના ચાહકો

33 વર્ષની ગિમા ફ્લેનાગન હંમેશા પોતાના સ્વપ્નોની દુનિયામાં જીવી છે. પરંતુ તેના સ્વપ્ના ત્યારે તૂટી ગયા જ્યારે તેને Guillain-Barre-Syndrome નામની બિમારી થઇ. સાથે જ તેને જણાવવામાં આવ્યું કે હવે તેને પોતાની આખી જિંદગી વ્હિલચેર પર જ વિતાવી પડશે. પરંતુ આજે મિસ ફ્લેનાગન લંડનની એક ઉમદા મોડલ્સમાંની એક છે જે લંડનમાં સ્કેનટિલીના રચનાત્મક કેમ્પેનનો એક ભાગ છે.

તે લોકોની મોડલ પ્રત્યેની એ માનસિકતા તોડવા માંગે છે કે માત્ર સેક્સી અને સારા ફિગર ધરાવતી મહિલાઓ જ મોડલ બની શકે. તે ઇચ્છે છે કે જે છોકરીઓ દેખાવમાં સાધારણ છે અથવા તો શારીરિક રીતે સક્ષમ છે તે પોતાના મોડલિંગના સ્વપ્નને દબાવે નહીં, પરંતુ પોતાના સ્વપ્નને પૂરૂ કરવા તે તમામ વસ્તુ કરે જે તે કરી શકતી હોય.

તેમે કહ્યું કે તેણે પોતાની ઓળખ ફરીથી પ્રાપ્ત કરી લીધી છે. હું મારા શરીરને પ્રેમ કરૂ છું. મને મારી નબળાઇ પર મને ગર્વ છે. જેને હવે હું મારી તાકાત બનાવી ચૂકી છું. એક તરફ ફેશન ઇન્ડસ્ટ્રીમાં જ્યાં આ રીતની મોડલોને સ્વિકારવામાં નથી. આવતી ત્યારે ફ્લેનાગન મોડલિંગની દુનિયામાં એક મિસાલ છે.

You might also like