લગ્નનાં બે મહિનામાં મોડેલે કરી આત્મહત્યા : ઉદ્યોગ’પતિ’ની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હીનાં ડિફેન્સ કોલોનીમાં રહેતી 25 વર્ષીય મોડલે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. પ્રિયંકા કપૂર નામની આ મોડલે જાન્યુઆરીમાં દિલ્હીનાં એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા હતા. તેનાં પતિ ક્લબ બિઝનેસ સાથે સંકળાયેલા છે. પ્રિયંકાનાં પરિવારે તેનાં પતિ વિરુદ્ધ ફરિયાદ કરીને તેનાં પર મારપીટ અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે મોડેલનાં પતિ નિતિન ચાવલાની ધરપકડ કરી છે.
મોડેલની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે લગ્ન બાદ તેનાં પતિ દ્વારા તેને પરેશાન કરાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે પતિ દ્વારા તેને માર મારવામાં આવતો હતો. પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી લીધી છે. પ્રિયંકાના પરિવારનો આરોપ છે કે તેમની પુત્રીએ પતિ નીતિનની હરકતોથી કંટાળીને આત્મહત્યા કરી રહી છે. પોલીસે જણાવ્યું કે 25-26 માર્ચની રાત્રે આત્મહત્યા કરી હતી. જો કે તેની માતા જ્યારે તેનાં ઘરે ગયા ત્યારે દરવાજો નહી ખુલતા તેમને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘર ખોલીને તપાસ કરતા પ્રિયંકા મૃત હાલતમાં મળી આવી હતી.

માહિતી અનુસાર પ્રિયંકાનો પતિ તેના કરતા ઉંમરમા ઘણો મોટો છે. નીતિન ચાવલાને પહેલા લગ્નથી 2 સંતાનો પણ છે. બંન્નેની મુલાકાત પબમાં થઇ હતી. પ્રિયંકા અવાર નવાર તેનાં પબમાં આવતી હતી. જેનાં કારણે બંન્નેની આંખો મળી ગઇ હતી. જેથી બંન્નેએ અંતે લગ્ન કરી લીધા હતા.

You might also like