પાક. ક્રિકેટરની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની સેક્સ રેકેટમાં ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ પુણેની એક ફાઇવસ્ટાર હોટલમાં સેક્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. આ રેકેટમાં એક જાણીતી મોડલનું નામ પણ બહાર આવ્યું છે. મોડલ અંગે એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાનના એક ભૂતપૂર્વ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને સુધારગૃહમાં મોકલી આપી છે, પરંતુ તે ત્યાંથી પણ ફરાર થઈ ગઈ છે. આ મોડલ એટલી ચાલાક નીકળી કે ધરપકડ બાદ તેને મોહંમદવાડી ખાતેના જે સુધાર ગૃહમાં મોકલવામાં આવી હતી ત્યાંથી તે ઝઘડો કરીને ફરાર થઈ ગઈ. હવે પોલીસ તેને શોધવામાં લાગી ગઈ છે.

અહેવાલો અનુસાર આ મોડલ મધ્ય પ્રદેશના ભોપાલની છે અને મુંબઈમાં મોડલિંગ કરી રહી હતી. ૨૪ ઓક્ટોબરે પોલીસને માહિતી મળી હતી કે શહેરની એક હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે અને તેનો એજન્ટ કૃષ્ણા છે. ત્યાર બાદ પોલીસે ટીમના સભ્યોને ત્યાં ગ્રાહક બનાવીને મોકલ્યા હતા. પોલીસને એજન્ટ કૃષ્ણાના એક સાથીની ૫૦ હજારમાં નક્કી થયેલી ડીલ બદલ ૧૬ હજાર રૂપિયા સ્વીકારતાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે રેડ કરીને આ મોડલને પણ પકડી પાડી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે આ મોડલને પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક ભૂતપૂર્વ ક્રિકેટર સાથે અફેર પણ રહ્યો હતો.

You might also like