…તો દેશમાં હજુ સસ્તા થશે મોબાઇલ ફોન

ભારતમાં મોબાઇલ ફોન હવે સસ્તા થઇ શકે છે. ભારત સરકારે 2016 2017ના કેન્દ્રીય બજેટમાં મોબાઇલ કોમ્પોનેન્ટ અને એસેસરીઝના આયાત પર લાગનાર 29% કસ્ટમ ડ્યૂટી હવે પાછી લઇ લીધી છે. આમાં બેટરી, ચાર્જર અને હેન્ડસેટ જેવા કોમ્પોનેન્ટસનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે કેન્દ્રીય બજેટ 2016 2017માં બેટરી, ચાર્જર અને હેન્ડસેટ જેવી મોબાઇલ એસેસરીઝના આયાત પર લાગનારી કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક સપ્લાયર ન હોવાને કારણે લોકલ મેન્યૂફેક્ચર્સએ તેનો વિરોધ કર્યો હતો. આ નિર્ણય પછી મોબાઇલ કોમ્પોનેન્ટના આયાત પર લાગનાર દરેક પ્રકારની કસ્ટમ ડ્યૂટી નિકાળી દીધી છે. બેસિક કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી હવે શૂન્ય પર આવી ગઇ છે. એટલે સુધી કે 4% સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી પણ બજેટ પૂર્વના શૂન્ય લેવલ પર આવી ગઇ છે.

પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ સસ્તું થયું
એક બીજા મહત્વપૂર્ણ નિર્ણયમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર જાહેર કરેલી 2% ઇમ્પોર્ટ ડ્યૂટી નિકાળી દીધી છે. જાણકારી માટે જણાવી દઇએ કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ મોબાઇલ ફોનમાં એક મહત્વપૂર્ણ કોમ્પોનેન્ટ હોય છે.

You might also like