મોબાઇલ ગુમ કે ચોરી થાય તો હવે 14422 નંબર પર કરો ફરિયાદ, પોલીસ કરશે મદદ

ન્યૂ દિલ્હીઃ મોબાઇલ ચોરી થવા પર સામાન્ય રીતે મોટે ભાગે લોકો ઉદાશ થઇ જાય છે અને ફરિયાદ લખાવવા માટે પણ તેઓને વારંવાર પોલીસ સ્ટેશનનાં ધક્કા ખાવા પડતાં હોય છે પરંતુ હવે સરકારે એક હેલ્પલાઇન નંબર 14422 શરૂ કરેલ છે. આનાંથી સમગ્ર દેશમાં લોકોએ પોતાની ફરિયાદ દાખલ કરાવવા માટે ક્યાંય ભટકવું નહીં પડે.

માત્ર આ નંબર ડાયલ કરવાંથી અથવા માત્ર એક મેસેજ કરવાંથી તમારી ફરિયાદ દાખલ થઇ જશે અને પોલીસ અને સેવા પ્રદાતા કંપની મોબાઇલની શોધખોળમાં લાગી જશે. દૂરસંચાર મંત્રાલય મેંનાં અંતિમ ચરણમાં મહારાષ્ટ્ર સર્કલમાં આ સેવાની શરૂઆત કરશે. દેશનાં 21 અન્ય દૂરસંચાર સર્કલમાં અનેક ચરણોમાં આ સેવાને ડિસેમ્બર સુધી લાગુ કરી દેશે.

દૂરસંચાર વિભાગ દ્વારા તૈયાર સીઇઆઇઆરમાં દરેક નાગરિકનાં મોબાઇલની વિગતો રહેશે ઉપલબ્ધઃ
દૂરસંચાર પ્રૌદ્યૌગિકી કેન્દ્ર (સી-ડૉટ)એ ચોરી અથવા ગુમ થયેલ મોબાઇલને શોધવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (સીઇઆઇઆર) તૈયાર કરી લીધેલ છે. સીઇઆઇઆરમાં દેશનાં દરેક નાગરિકનાં મોબાઇલ મોડલ, સિમ નંબર અને આઇએમઆઇ નંબર ઉપલબ્ધ રહેશે.

મોબાઇલ મોડલ પર નિર્માતા કંપની દ્વારા રજૂ કરેલ આઇએમઆઇ નંબરનાં જોડાણનું તંત્ર સી-ડૉટે જ વિકસિત કરેલ છે. આ તંત્રને ચરણબદ્ધ રીતથી રાજ્યોની પોલીસને સોંપવામાં આવશે.

મોબાઇલનાં ગુમ થઇ જવા પર ફરિયાદ દાખલ થતાં જ પોલીસ અને સેવા પ્રદાતા મોબાઇલ મોડલ અને આઇએમઆઇને મિલાવશે. જો આઇએમઆઇ નંબર બદલાઇ ગયો હશે તો સેવા પ્રદાતા તેને બંધ કરી દેશે. જો કે મોબાઇલની સેવા જ બંધ હોય તો પોલીસ મોબાઇલ પણ ટ્રેક કરી લેશે.

સી-ડૉટનાં જણાવ્યા અનુસાર ફરિયાદ મળતા જ મોબાઇલમાં કોઇ પણ સિમ લગાવવામાં આવશે તો પણ નેટવર્ક નહીં આવે પરંતુ તેનું ટ્રેકિંગ જરૂરથી થશે. છેલ્લાં કેટલાંય વર્ષોથી દરરોજ મોબાઇલની ચોરી અને લૂંટ થવાની અનેક ઘટનાઓ સામે આવતા સી-ડૉટને દૂરસંચાર મંત્રાલયે આ તંત્ર વિકસિત કરવા અંગે ભલામણ કરી. મંત્રાલયનાં એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે દેશમાં એક જ આઇએમઆઇ નંબર પર 18 હજાર હેન્ડસેટ ચાલી રહ્યાં છે.

આઇએમઆઇ નંબર બદલવા પર જવું પડશે જેલઃ
આઇએમઆઇ નંબર બદલવાથી ત્રણ વર્ષની સજા તેમજ દંડની જોગવાઇ પણ રાખવામાં આવેલ છે. આ નંબર સાથે છેડછાડ કરનાર લોકો સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

You might also like