મોબાઈલમાં જાસૂસી ઉપકરણ લગાવ્યાની ચીની કંપનીઅે કબૂલાત કરી

નવી દિલ્હી: ચીનની સોફ્ટવેર કંપની શાંઘાઈ અેડ એપ્સ ટેકનોલોજી સ્વીકાર્યું છે કે તેને પોતાના સોફ્ટવેરમાં એવા જાસૂસી ઉપકરણ લગાવ્યાં છે કે સ્માર્ટફોન ઉપયોગ કરતાંવાતચીત અને મેસેજને તેની પાસે મોકલી દે છે. તેનું સોફ્ટવેર દુનિયાભરના ૭૦ કરોડથી વધુ સસ્તા ડિવાઈસ કાર ઉપકરણ અને સ્માર્ટ ઉપકરણ માટે કામ કરે છે.

અમેરિકી કંપની બ્લૂ પણ તેનો ઉપયોગ પોતાના ઉત્પાદનોમાં કરે છે. અમેરિકાની સાયબર સિક્યોરિટી ફર્મ ક્રિપ્ટો વાયરે ખુલાસો કર્યો છે કે અમેરિકામાં બ્લુ કંપનીના ૧.૨૦ લાખ સ્માર્ટ ફોન દ્વારા યુઝર્સના ડેટા ચીન મોકલાયા હતા. ૭૨ કલાકમાં એકવાર અામ કરાઈ રહ્યું છે.  નિષ્ણાતોઅે દુનિયાભરમાં ૭૦ કરોડ ઉત્પાદનોમાં અા સોફ્ટવેર હોવાની અાશંકા વ્યક્ત કરી છે. ભારતમાં પણ બ્લુના સ્માર્ટ ફોન સહિત અન્ય ઉત્પાદનો મોટી સંખ્યામાં વેચાય છે.

ભારતમાં પણ ફોન વેચાયા
ક્રિપ્ટો વાયરે અમેરિકામાં ખાસા ચાલનારા મોબાઈલ ફોન અને વન એચડી બ્રાન્ડમાં લાગેલા ઉપકરણને જાહેર કર્યાં છે. અા બ્રાન્ડના ફોન ભારતમાં પણ વેચાયા હતા. અેમેઝોને હવે અમેરિકામાં અા ફોનનું વેચાણ રોકી દીધું છે. અેડ અેપ્સ કંપનીનો દાવો છે કે તેના ૧૫૦ દેશોમાં ૭૦ ટકા માર્કેટ શેર છે. કંપનીની બીજિંગ, ટોકિયો, નવી દિલ્હી, મિયામી જેવા મુખ્ય શહેરોમાં અોફિસ છે.

You might also like