દેશમાં ૨૦૧૬માં ૨૫ કરોડ મોબાઈલ વેચાણનો અંદાજ

મુંબઇ: વર્ષ ૨૦૧૬માં દેશમાં મોબાઇલ ફોન માર્કેટ ચાર ટકાના સુધારે ૨૫ કરોડ યુનિટ્સનું થઇ જઇ શકે છે. સાયબર મીડિયા રિસર્ચ દ્વારા બહાર પડાયેલા એક રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે મોબાઇલ બજારમાં રૂ. પાંચ હજારથી ઓછી કિંમતના મોબાઇલ બજારમાં વધુ જોવાશે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬માં એક અંદાજ પ્રમાણે પાંચ કરોડથી વધુ ૪ જી મોબાઇલ હેન્ડસેટ ભારતમાં આવી શકે છે. એ જ પ્રમાણે વર્ષ ૨૦૧૫માં સ્માર્ટ ફોન સેગ્મેન્ટમાં વાર્ષિક ૩૨ ટકાના ઉછાળે એક અંદાજ મુજબ ૯.૫ કરોડ યુનિટ્સનું વેચાણ જોવાયું હતું. વર્ષ ૨૦૧૫માં પ્રત્યેક ચાર સ્માર્ટ મોબાઇલ ફોનમાંથી ત્રણ મોબાઇલ ફોન ભારતમાં આવતા હતા, જેની કિંમત ૧૦ હજાર રૂપિયા સુધીની હતી.

You might also like