ભારતીય મોબાઈલ યુઝર્સની પસંદગી બદલાઈ, જાણો કેવી હોય છે ડિમાન્ડ…..

ભારતીય મોબાઈલ બજાર દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું બજાર છે. એવામાં દરેક મોબાઈલ કંપનીઓ ભારતમાં દિનપ્રતિદિન અલગ અલગ ફીચર્સના ફોન બજારમાં લાવી રહી છે.

ફોનમાં નવા ફીચરની મળવાની સાથે લોકોની પસંદગી પણ બદલાઈ રહી છે, 2016 સુધી લોકો 5 ઈંચથી નાની ડિસ્પ્લે વાળો ફોન પસંદ કરી રહ્યા હતા, જ્યારે હવે લોકોની પસંદગી મોટી ડિસ્પ્લે વાળા સ્માર્ટફોનની થઈ ગઈ છે.

ફ્લિપકાર્ટના વિઝિટર્સના આંકડાઓની માનીએ તો હવે યુઝર્સ 4GB રેમ અને 5 ઈંચથી મોટી ડિસ્પ્લે વાળા સ્માર્ટફોનને પ્રાથમિકતા આપે છે. સાથે 16GB સ્ટોરેજ વાળા સ્માર્ટફોન ખરીદનારની સંખ્યામાં 15 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે.

સ્ટોરેજ, ડિસ્પ્લે અને રેમ ઉપરાંત યૂઝર્સ મીડિયાટેકના પ્રોસેસરના બદલે હવે ક્વોલકોમના પ્રોસેસરને પહેલી પસંદગી આપી રહ્યા છે. આ ઉપરાંત લોકો 4000mAh કે તેનાથી વધારે ક્ષમતાની બેટરી વાળા ફોનને પસંગ કરી રહ્યા છે. 64GB ની સ્ટોરેજ વાળા ફોનની ખરીદી કરનાર લોકોની સંખ્યા 50 ટકાનો વધારો થયો છે.

You might also like