હવે બધાંના મોબાઈલ નંબર બદલાઈને ૧૧ આંકડાના થઈ જશે

અમદાવાદ: આગામી કેટલાક દિવસોમાં હવે તમારા મોબાઈલનો નંબર બદલાઈ જશે. તમારે હવે ૧૦ને બદલે ૧૧ આંકડાનો મોબાઈલ નંબર યાદ રાખવો પડશે. તેનું કારણ એ છે કે દેશભરમાં ઝડપથી વધી રહેલી મોબાઈલ યુઝર્સની સંખ્યાના કારણે તમામ યુઝર્સના મોબાઈલ નંબર ૧૧ આંકડાના કરવા પડશે. મોબાઈલ યુઝર્સની વધતી જતી સંખ્યાથી દેશમાં નવી સિરીઝનું સંકટ ઊભું થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેલિકોમ કંપનીઓ પાસે ગ્રાહકોને આપવા માટે ૧૦ ડિજિટના નંબરની સિરીઝ ખલાસ થઈ ગઈ છે. આથી આગામી દિવસોમાં તમારો મોબાઈલ નંબર ૧૦ને બદલે ૧૧ ડિજિટનો થઈ જશે. વાસ્તવમાં નંબર સિરીઝ ખૂટી જવાથી હવે કંપનીઓ તેની સાથે કામ લેવા માટે નવી સિરીઝ તૈયાર કરી રહી છે અને આવું થવાથી તમારો મોબાઈલ નંબર ૧૦ આંકડાનો છે તે બદલાઈને ૧૧ આંકડાનો થઈ જશે.

રિપોર્ટ અનુસાર ટેલિકોમ વિભાગ નવી સિરીઝ શરૂ કરવા પર વિચારણા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે દેશમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા જુલાઈમાં ઘટીને ૧૦૩.૪૨ કરોડ થઈ ગઈ છે. જે જૂનના અંત સુધી ૧૦૩.૫૧ કરોડ હતી. ટ્રાઈના જણાવ્યા અનુસાર દેશમાં માસિક ધોરણે મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા ઘટી છે.

You might also like