બેટરીની આયાતના નવા નિયમોથી મોબાઈલ મોંઘા થશે

મુંબઇ: મોબાઇલ ફોનની હલકી ગુણવત્તાવાળી બેટરીને કારણે વધતા જતા અકસ્માતોને કારણે મોબાઇલ અને લેપટોપની બેટરી માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિયમોના કારણે સ્માર્ટ ફોન કંપનીઓ નવા મોબાઇલ ફોન લોન્ચ કરવામાં વિલંબ કરી શકે છે. નવા નિયમોને કારણે મોબાઇલની કિંમત વધવાની ભીતિ કારોબારીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બીઆઇએસ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો અંતર્ગત આયાત કરવામાં આવેલી બેટરી પર અલગથી સર્ટિફિકેશન લેવું જરૂરી રહેશે. ડિવાઇસ માટે બીઆઇએસના નિયમોનો અમલ કરવો ફરજિયાત રહેશે, જોકે આ નિયમ ૧ જૂન બાદ આયાત કરવામાં આવેલી બેટરી ઉપર જ લાગુ થશે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે ૧ જૂન બાદ બેટરી વધુ મોંઘી થશે એટલું જ નહીં નવા મોબાઇલ ફોનના લોન્ચિંગમાં પણ વિલંબ થઇ શકે છે.

You might also like