૧૦૮ એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી એ હવે એપથી જાણી શકાશે

લખનૌઃ ૧૦૮ એમ્બ્યુલન્સ ક્યાં છે, ક્યારે દર્દી સુધી પહોંચશે તેની જાણકારી હવે એક એ‌િપ્લકેશન પરથી મળી શકશે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ૧૦૮ સમાજવાદી સ્વાસ્થ્ય સેવાને ટ્રેક કરનારી મોબાઇલ એપ લોન્ચ કરી. આ એપને મોબાઇલમાં ડાઉનલોડ કરીને વ્યક્તિ ખુદ એમ્બ્યુલન્સની જાણકારી મેળવી શકશે. જે તે વ્યક્તિ એ પણ જાણી શકશે તે એમ્બ્યુલન્સ કયા રસ્તેથી આવી રહી છે અને તેમના સુધી પહોંચતાં કેટલો સમય લાગશે? કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ૧૦૮ અને ૧૦ર એમ્બ્યુલન્સ સેવાઓના કોલ સેન્ટરમાં કામ કરનાર કર્મચારીઓ સાથે વાતચીત કરી.

આ મોબાઇલ એપને ડાઉનલોડ કર્યા બાદ જ્યારે કોઇ વ્યક્તિ ૧૦૮ પર ફોન કરશે ત્યારે તેને કોલ સેન્ટરમાંથી એમ્બ્યુલન્સ અંગે જાણકારી મળી જશે કે કઇ એમ્બ્યુલન્સ ક્યાં હશે? આ એમ્બ્યુલન્સનો નંબર એપમાં નાખવાથી તેનું લોકેશન મળશે. કોલરને એક ક્લિકમાં જીપીએસ દ્વારા એમ્બ્યુલન્સના લોકેશનની સાથે ફોનમાં એ પણ જોવા મળશે કે એમ્બ્યુલન્સ કયા રસ્તે આવી રહી છે. સ્વાસ્થ્ય વિભાગે એમ્બ્યુલન્સ સેવાનું એક વેબપોર્ટલ પણ બનાવ્યું છે. આ વેબપોર્ટલમાં એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાયેલી દરેક જાણકારી મળી શકશે. એક દિવસમાં કેટલા લોકોએ કોલ કર્યો, કેટલા ઇમર્જન્સી કોલ હતા. દર મહિને એમ્બ્યુલન્સ સેવાથી કેટલા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા બધું જ જાણી શકાશે. વેબપોર્ટલ પર એક ફીડબેકનો વિકલ્પ પણ હશે.

You might also like