ઇશનિંદાનો આરોપ લાગતા આખી ફેક્ટ્રી જ સળગાવી દેવાઇ

લાહોર : પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ એક ફેક્ટ્રીને આગચાંપી દીધી હતી. પોલીસનાં અનુસાર કંપનીનાં એક કર્મચારી પર ઇશનિંદાનો આરોપ હતો. ચિપબોર્ડ ફેક્ટ્રીનાં એક કર્મચારી દ્વારા કથિત રીતે કુરાનનું અપમાન કરવામાં આવ્યું હતું. જેનાં પગલે આ સમાચાર ફેલાતાની સાથે લોકોએ આ ફેક્ટ્રી જ સળગાવી દીધી હતી. ટોળામાં લગભગ 100 લોકો હતા. આ ઘટનાં અંગે પોલીસે જણાવ્યું કે કંપનીનાં મુખ્ય સુરક્ષા અધિકારીની ધરપકડ બાદ આગચાંપીની ઘટના બની હતી. એવી અફવા ફેલાઇ હતી કે તેણે કુરાન સળગાવવાનો આદેશ આપ્યો હતો. પોલીસનાં અનુસાર એક અન્ય કર્મચારીએ જણાવ્યું કે તાહિરને તેણે કંપનીમાં રહેલા બોઇલરમાં કુરાનને સળગાવતા જોયો હતો અને ત્યાર બાદ મે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
મલિકે કહ્યું કે અમે અહેમદિયા સમુદાયમાંથી આવતા તાહિરની વિરુદ્દ ઇશનિંદાનો કેસ દાખલ કરાવ્યો છે. સળગેલી સામગ્રી પણ ઝડપી લેવામાં આવી છે, કુરાનની થોડી પ્રતો પણ ઘટના સ્થળ પરથી મળી આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઇશનિંદાનો કાયદો ઘણો વિવાદિત રહ્યો છે. ગત્ત દિવસોમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે કાયદાની સમીક્ષા કરવામાં આવવી જોઇએ. લોકો પોતાનો અંગત ગુસ્સો ઠાલવવા માટે પણ ઇશનિંદાનો આરોપ લગાવતા હોય છે.

You might also like