રાજનાં નિવેદન બાદ સળગી રિક્ષા: હવે કાયદો હાથમાં નહી લેવા આપી સલાહ

મુંબઇ : મનસે ચીફ રાજ ઠાકરે દ્વારા રિક્ષા અંગે કરાયેલા ભડકાઉ ભાષણ બાદ અંધેરીમાં એક રિક્ષા સળગાવવામાં આવી હતી. જેનો આરોપ મનસે પર જ લાગી રહ્યો છે. જો કે આ છમકલું થયા બાદ રાજે શુક્રવારે તેનાં કાર્યકરોને શાંત રહેવા માટે અપીલ કરી હતી કે કાયદો હાથમાં ન લે.અત્રે નોંધનીય છે કે રાજે મરાઠી માનુસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે બિનમરાઠીઓની રિક્ષા સળગાવી દેવી જોઇએ. સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે બિનમરાઠી લોકોને રિક્ષાનાં લાઇસન્સ ફાળવી રહી છે.

બિનમરાઠીઓનાં ઓટો રિક્શા સળગાવી દેવાનાં ઠાકરેનાં નિવેદન બાદ ઘણા નેતાઓ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી હતી. લાલુનાં દિકરા અને બિહારનાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કોઇનાં બાપની જાગીર નથી કે મન પડે તેમ કામ કરે.તેણે આરોપ લગાવ્યો કે ભાજપની સરકાર તેની વિરુદ્ધ કેમ કોઇ કાર્યવાહી નથી કરી રહી.

આમ આદમી પાર્ટી નેતા કપિલ મિશ્રાએ જણાવ્યું કે રાજમાં હિંમત હોય તો દિલ્હીમાં આવુ વિધાન કરી બતાવે. તો રાજઠાકરે દ્વારા ભાજપ અને શિવસેના પર આરોપો લગાવાયા હતા. રાજે કહ્યું કે અમુક ખાસ લોકોને ફાયદો કરાવવા માટે જ શિવસેના અને ભાજપની જોડી કામ કરી રહી છે. મરાઠીની લાગણીઓ સાથે શિવસેનાં રમત કરી રહી હોવાનો આરોપ પણ રાજ દ્વારા લગાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે અગાઉ પણ બિનમહારાષ્ટ્રીયન લોકો વિશે ટીપ્પણીઓ કરી ચુક્યો છે.

You might also like