કાર્ટૂન દ્વારા રાજ ઠાકરેનો મોદી પર પ્રહાર, ‘આત્મકથાઃ અસત્ય સાથેના મારા પ્રયોગો’

ગાંધી જયંતિના પ્રસંગે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વખતે રાજ ઠાકરેએ એક કાર્ટૂન બનાવી મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં છે.

રાજ ઠાકરેએ મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્ય સાથેના મારા પ્રયોગો’ નો ઉપયોગ કરીને મોદી પર નિશાન સાધ્યું હતું. રાજ ઠાકરેએ પોતાના ફેસબુક પર ‘એક માટીમાંથી જન્મેલા બે લોકો’ ટાઈટલ આપી એક કાર્ટૂન મૂક્યું છે. આ કાર્ટૂનમાં મહાત્મા ગાંધીજીના હાથમાં ‘સત્ય સાથેના મારા પ્રયોગો’ નામનું પુસ્તક છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં ‘અસત્ય
સાથેના મારા પ્રયોગો’ નામનું પુસ્તક છે.
ઉલ્લેખનીય છે કે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે ગયા અઠવાડિયે મુંબઈના એલફિંસ્ટન રેલવેની દુર્ઘટનાને લઈને પણ વડાપ્રધાન મોદીને ‘જૂઠ્ઠા’ કહી ચૂક્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘અમે ક્યારેય એવા વડાપ્રધાન જોયા નથી, જે આટલા બધા જૂઠ્ઠા હોય અને આટલા મોટા મોટા વાયદા કર્યાં હોય. કોઈ વ્યક્તિ આટલું બધું જૂઠું કઈ રીતે બોલી
શકે?’

You might also like