વડોદરામાં લોકોએ કૉર્પોરેટર હસમુખ પટેલને ઝાડ સાથે બાંધી માર્યા

વડોદરા વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે. આજે તો વડોદરાવાસીઓએ એક કોર્પોરેટરની વાટ લગાવી દીધી હતી. વડોદરામાં એક કોર્પોરેટરને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો છે. વૉર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને સ્થાનિકોઓએ માર્યા હતા. કોર્પોરેટરને હસમુખ પટેલને બાપોદ તળાવ પાસેના એક ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે.

મનપા દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને હલ્લાબોલ કરી કોર્પોરેટરને જ કબ્જે લઈ માર્યો હતો. જો કે પોલીસને જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતા અને કોર્પોરેટરને મુક્ત કરાવ્યો હતો. જો કે આ મામલે હજુ કોઈની ધરપકડ થઈ નથી.

You might also like