Video : ધારાસભ્ય સ્પીકરનો મેસ લઇને ભાગ્યા

નવી દિલ્હી : ત્રિપુરા વિધાનસભાની અંદર તે સમયે હોબાળો મચ્યો જ્યારે એક ગુસ્સેભરાયેલ ધારાસભ્ય સ્પીકર મેસ લઇને સદનની બહાર ભાગી ગયા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે સોશ્યલ મીડિયામાં હાલ વાઇરલ થયો છે. સ્પીકર મેસ લઇને ભાગનારા ધારાસભ્ય તૃણમુલ કોંગ્રેસનો છે. તેમનું નામ સુદીપ રોય બર્મન છે.

સદનમાં કાર્યવાહી દરમિયાન અચાનક તેઓ નારાજ થયા અને સ્પીકર મેસ ઉઠાવીને સદનની બહાર ભાગવા લાગ્યા હતા. જેના પગલે સદનમાં રહેલા માર્શલ અને બીજા ધારાસભ્યોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ સફળ રહ્યા નહોતા. ઘટના બાદ વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગીત કરવી પડી હતી. ધારાસભ્ય પોતાની વાત નહી સાંભળવાથી નારાજ હતો.
સમગ્ર કિસ્સામાં સુદીપ રોય બર્મને સ્પષ્ટતા કરી છે. મંગળવારે તેમણે કહ્યું કે વિધાનસભામાં મને બોલવા દેવામાં નથી આવતું. અધ્યક્ષ રામેદ્ર દેબનાથ પણ મારી વાત પર અનિચ્છા વ્યક્ત કરી રહ્યા હતા.

માર્શલ પણ ન પકડી શક્યા બર્મનને
વિધાનસભા અધ્યક્ષ રામેંદ્ર ચંદ્ર દેબનાથે આ ઘટનાની નિંદા કરી છે. સદનની અંદર અખબારનાં એક રિપોર્ટનાં મુદ્દે હોબાળો થઇ રહ્યો હતો. ધારાસભ્ય સુદીપ રોય બર્મને એક સમાચારપત્રમાં છપાયેલ રિપોર્ટને વિધાનસભામાં ઉઠાવ્યો હતો. રિપોર્ટ પર હોબાળા દરમિયાનબર્મન સ્પીકરની પાસે મુકેલ મેસ સદનની બહાર લઇને ભાગ્યા હતા.

You might also like