એમએલએ ગુજરાત લખેલી બે કાર પલટી ખાતાં ભારે કુતૂહલ

અમદાવાદ: અાણંદ-ઉત્તરસંડા હાઈ‍વે પર ચોકડી નજીક અાજે સવારે એમએલએ ગુજરાત લખેલી બે લકઝરિયસ કાર પલટી ખાઈ જતાં અા ઘટનાએ ભારે કુતૂહલ ઊભુ કર્યું છે.

અાજે સવારે અાઠ વાગ્યાના સુમારે અાણંદ-ઉત્તરસંડા હાઈવે પર ચોકડી પરથી એક્સયુવી કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. અા કારની પાછળ અાવેલી ક્રેટા કાર પણ પલટી ખાઈ ગઈ હતી. નવાઈની વાત તો એ છે કે અા બંને કાર પર એમએલએ ગુજરાત લખેલું હતું. કાર પલટી ખાતા જ કારમાં બેઠેલ પાંચ શખસો નાસી છૂટ્યા હતા. જ્યારે ભીખા ભુરિયા નામનો શખસ ઝડપાયો હતો.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ સઘન તપાસ શરૂ કરી હતી અને અા બંને કાર કોઈ ધારાસભ્યની છે કે કેમ તે અંગે જાણકારી મેળવવા પ્રયાસો કર્યા હતા પરંતુ હજુ સુધી અા મુદ્દે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી.

You might also like