VIDEO: તલાળાનાં ધારાસભ્ય ગોવિંદ પરમારની ધમકીભરી ઓડિયો ક્લીપ વાઇરલ

તલાળાનાં ધારાસભ્યની એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે. આ ઓડિયો કલીપમાં ધારાસભ્ય ગોવિંદ પરમાર ચાંગોદરા ગામનાં સરપંચ સાથે વાત કરી રહ્યાં છે અને તેમને અભદ્ર શબ્દો કહીં રહ્યાં છે. પૈસાનાં બદલામાં મત આપવા મુદ્દે ધમકી પણ આપી રહ્યાં છે.

આ ઓડિયોમાં ગોવિંદ પરમાર સરપંચને અઢી લાખ રૂપિયા આપ્યાં હોય તેવું જણાવી રહ્યાં છે અને સરપંચે કોંગ્રેસનાં ઉમેદવાર સાથે મિટિંગ કેમ કરી તે પણ તેઓ કહી રહ્યાં છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકરણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.

ધારાસભ્યની ધમકીઃ
ગોવિંદ પરમાર: હું ગોવિંદભાઈ પરમાર બોલું છું.
સરપંચઃ હા બોલો બોલો બાપા
ગોવિંદ પરમાર: કેમ છો
સરપંચઃ મજા મજા બાપા
ગોવિંદ પરમાર: મજા તો તને છે પણ તું છે કયાં અત્યારે
સરપંચઃ અત્યારે તો હું વાડીમાં છું
ગોવિંદ પરમાર: ત્યાંથી આડો અવળો થાતો નહી. તું બહાર જતો રહેજે. ગામાંથી બહાર જતો રહેજે. નહીં તો નકામું થશે
સરપંચઃ હાં કઈ વાંધો નહીં
ગોવિંદ પરમાર: મને મારા અઢી લાખ રૂપિયા મોકલાવી દેજે.
સરપંચઃ તમારા પૈસા તો ગ્રાંટમાં જ પડયાં છે.
ગોવિંદ પરમાર: હું ક્યા કઈ કહું છું
ગોવિંદ પરમાર: બસ તો હું કહું છુ તને, હું જેને પૈસા આપું તેની પાસેથી વસુલ કરવાની પદ્ધતિ રાખી છે
સરપંચઃ હા
ગોવિંદ પરમાર: પરમ દિવસે બઘાંની મિટિંગ ક્યા હતી. તારા ઘરે ન હતી
સરપંચઃ હા મારા ઘરે જ હતી
ગોવિંદ પરમાર: તે તારા ઘરે કેમ રાખી હતી
સરપંચઃ તમે મારી વાત સાંભળો, વર્ષોથી મારી અને રાજાભાઈ સાથે જે વાત થઈ છે. એ તમારા વેવાઈ છે કોઈ છે? જે અહિયા મંત્રી હતાં.
ગોવિંદ પરમાર: રાજાભાઈને શું ખબર પડે છે તમે મને એટલા વર્ષોથી #@&#@ બનાવો મને શુ ખબર પડશે.
સરપંચઃ અમારા બે ભાઈઓની શુ વાત થઈ તમે તમારા વેવાઈને પુછી લેજો.
ગોવિંદ પરમાર: મારે તો 500 મત જોઈએ. તો હું માનીશ તને. મારા 300 મત છે. 300 થી વધારે મત નિકળે એ મત તારા.
સરપંચઃ હા, એ બરાબર છે
સરપંચઃ આજે હું તમારી પાસે ગિદડીયાનાં સ્પેશિયલ મત માટે જ તમારી પાસે આવ્યો હતો.
ગોવિંદ પરમાર: હા
સરપંચઃ તમે ગામમાં આવીને એક પણ વ્યક્તિ પાસે થી સાબિત કરે તો મારો વાંક છે બાપા
ગોવિંદ પરમાર: હા બસ તો, હવે કઈ બોલતો નહિ. અને અવાજ ઉંચો કરતો નહિ અને તારા જેટલા પણ અંગત હોય તેને કહિ દેજે કોઈને પણ મત આપવા નહિ.
સરપંચઃ મારી વાત તમે સમજતા નથી. તમે રાજાભાઈને પુછજો અમારા બે ભાઈઓને શુ વાત થઈ હતી. તમારી વેવાઈ અથવા કઈ પણ થતા હોય.
ગોવિંદ પરમાર: હા
સરપંચઃ મારે એની સાથે રહેવુ પડે, વર્ષોથી એની સાથે છું અને તમારો બગાડ નહિ કરું એ તમે રાજાભાઈને પુછી લેજો.
ગોવિંદ પરમાર: સારું હવે પછી મળીએ
સરપંચઃ હા તો કઈ વાંધો નહીં.

તલાળાનાં ધારાસભ્ય ગોવિંદ પરમારની ઓડિયો ક્લીપ વાઇરલ
ઓડિયો ક્લિપમાં ગોવિંદ પરમાર સરપંચને આપે છે ગાળો
મત આપવા મુદ્દે ગોવિંદ પરમારે આપી ધમકી

ગોવિંદ પરમાર વોટનાં બદલામાં નાણાં આપવા હોવાનો આક્ષેપ
ગોવિંદ પરમારની ઓડિયો ક્લિપથી ગરમાયું રાજકારણ
આગાઉ પરમારની ઘમકીભરી ઓડિયો ક્લીપ થઇ હતી વાઇરલ

“મે તને અઢી લાખ રૂપિયા આપ્યાં છે”
“પૈસા આપ્યાં છે તો મત મારામાં પડવાં જોઇએ”
“મને મારા પૈસા પાછા લેતા આવડે છે”
“ચંગોદરા ગામમાં કોંગ્રેસની મિટિંગ ન થવી જોઇએ”

You might also like