હેમા માલિની રોજ પીવે છે દારૂ : મહારાષ્ટ્રનાં ધારાસભ્યનું વિવાદિત નિવેદન

પુણે : મહારાષ્ટ્રનાં અચલપૂર સીટથી અપક્ષ ધારાસભ્ય બચ્ચૂ કડૂએ હેમા માલિીની મુદ્દે વિવાદિત નિવેદન આફ્યું છે. ધારાસભ્ય બચૂચૂએ નાંદેડમં ખેડૂતોની માંગ મુદ્દે યાત્રાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ખેડૂતોની આત્મહત્યા સંદર્ભે તેમણે કહ્યું કે ભાજપ સાંસદ હેમા માલિની રોજ 1 બંપર દારૂ પીવી છે પરંતુ તેમણે આત્મહત્યા નથી કરી.

ધારાસભ્યે કહ્યું કે જે લોકો તર્ક આપે છે કે દારૂ પીવાથી ખેડૂતો આત્મહત્યા કરીલે છે તે ખોટા છે. તેમણે સવાલ કરતા કહ્યું કે કોણ દારૂ નથી પીતું. 75 ટકાથી વધારે ધારાસભ્ય, સાંસદ અને પત્રકારો પણ પીવે છે. પછી તેઓ કેમ આત્મહત્યા નથી કરતા. માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યનાં આ નિવેદનનથી એક નવો રાજનીતિક વિવાદ પેદા થઇ શકે છે.

જો કે ધારાસભ્ય માટે આ પહેલો વિવાદ નથી. અગાઉ ગત્ત વર્ષે તેણે મંત્રાલયમાં ઉપસચિવ બી.આર ગાવિત નામનાં ઉપસચિવ પર હાથ ઉપાડ્યો હતો. સહયોગીનાં ક્વાર્ટર મુદ્દે તેમણે ઉફસચિવ પર હાથ ઉપાડ્યો હતો. મહારાષ્ટ્રનાં અચલપૂરથી 3 વખત ધારસભ્ય રહેલા બચ્ચૂ પોતાનાં આંદોલનોની પદ્ધતીથી સામાન્ય માણસમાં ઘણા પ્રખ્યાત છે.

You might also like