સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના યુગમાં પણ લાઈબ્રેરીના વાચકો વધ્યા

અમદાવાદ, બુધવાર
દેશના લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે ગત તા.૧પ એપ્રિલ, ૧૯૩૮એ જયપુરી સ્થાપત્ય ધરાવતું શહેરનું પ્રસિદ્ધ શેઠ માણેકલાલ જેઠાભાઇ પુસ્તકાલય (અેમ. જે. લાઇબ્રેરી) ખુલ્લું મુકાયું હતું.

ઐતિહાસિક દાંડીકૂચના પ્રારંભે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમનાં ૯૬પ૦ પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આજના સ્માર્ટ ફોન-મોબાઇલ અને ઇન્ટરનેટના ઝડપી યુગમાં પણ અેમ. જે. લાઇબ્રેરીએ અમદાવાદીઓમાં પોતાની ખ્યાતિ જાળવી રાખી હોઇ તેના વાચકોની સંખ્યામાં વધારો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમ. જે. લાઇબ્રેરીના ગ્રંથપાલ ડૉ.બિ‌િપન જે. મોદી દ્વારા ગઇ કાલે અેમ.જે. લાઇબ્રેરીનું આગામી નાણાકીય વર્ષ ર૦૧૮-ર૦૧૯નું રૂ.૧૦.૯ર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં એમ. જે. લાઇબ્રેરીના વાચકો માટે પુસ્તક ખરીદી, સામયિકો-વર્તમાનપત્રો વગેરે માટે રૂ.૩પ લાખની રકમ ફાળવાઇ છે.

અેમ. જે. લાઇબ્રેરીના વાર્ષિક લવાજમ ધરાવતા વાચક અને આજીવન સભ્ય મળીને કુલ રર૦૦૦થી વધુ વાચક છે. સંસ્થાને ગત નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં વાચક સભ્યપદથી રૂ.૧પ.૧૭ લાખની આવક થઇ હતી કે જે સંસ્થાની કુલ આવકના ૩૦ ટકા જેટલી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના પ્રથમ છ મહિનામાં રૂ.૯.૮૮ લાખની આવક થઇ છે અને આગામી નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં તે આવકમાં વૃદ્ધિ થઇને રૂ.૧૭.રપ લાખ થવાનો અંદાજ ગ્રંથપાલ મોદીએ ડ્રાફ્ટ બજેટમાં મૂક્યો છે.

ગ્રંથપાલ બિ‌િપન જે. મોદી કહે છે, એમ. જે. લાઇબ્રેરીના વાર્ષિક સભ્યપદ માટે વાચક પાસે રૂ.પ૦૦ની ફી લેવાય છે, જે પૈકી રૂ.૩૦૦ ડિપો‌િઝટ પેટે છે જ્યારે આજીવન સભ્યપદ માટે રૂ.૧પ૦૦ની ફી ભરવી પડે છે. આ સંસ્થાના કુલ રર૦૦૦થી વધુ સભ્ય હોઇ તેમાં ૩૦ ટકા મહિલા સભ્ય છે.
વરિષ્ઠ નાગરિકોમાં સાહિત્ય વાંચનની ભૂખ વધી છે.

આવા સભ્યોમાં પન્નાલાલ પટેલ, ગુણવંતરાય આચાર્ય, ચંદ્રકાન્ત બક્ષી, વર્ષા અડાલજા, કાજલ ઓઝા વૈદ્ય, મહેશ યાજ્ઞિક વગેરે સાહિત્યકાર-લેખકનાં પુસ્તકોની માગ છે. અંગ્રેજી વિભાગના કારણે યુવા વાંચકો વધ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના કારણે પણ વિદ્યાર્થી વાચકવર્ગ વધતો જાય છે તેમ પણ ગ્રંથપાલ મોદી વધુમાં જણાવે છે.

You might also like