બુરહાન વાનીને સપોર્ટ એટલે અાતંકવાદને સપોર્ટઃ અકબર

નવી દિલ્હી: યુએન મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફનાં ભાષણ બાદ ભારત તરફથી વિદેશ રાજ્ય પ્રધાન એમ જે અકબરે અોફિશિયલ પ્રતિક્રિયા અાપી છે. તેમને કહ્યું કે કાશ્મીરમાં લોહીયાળ જંગ ખેલનાર અાતંકી બુરહાન વાનીનાં વખાણ કરીને પાકિસ્તાને કબૂલી લીધું છે કે તે અાતંકવાદના સપોર્ટમાં છે.

અકબરે એમ પણ જણાવ્યું કે શરીફનું ભાષણ સંપૂર્ણ રીતે અાતંકવાદના ગુણગાન ગાનારું હતું. તેમને દેશ એક વોર મશીનની જેમ કામ કરી રહ્યો છે. તેમને કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે વાત તો કરી શકે છે પરંતુ તેને બ્લેકમેલ ન કરી શકે. ભારત સરકારે પાકિસ્તાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વારંવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વાતને લઈને પણ અાપત્તિ વ્યક્ત કરી હતી. તેનાથી અે વાત સાબિત થાય છે કે પાકિસ્તાનનું સમગ્ર ફોકસ વિકાસના બદલે અાતંકવાદને પોસવામાં જ લાગેલું રહેશે.

વિદેશ રાજ્ય પ્રધાને એમ કહ્યું કે અાતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નવાઝ શરીફે ફરી એકવાર કાશ્મીરનો રાગ અાલાપ્યો હતો. તેનાથી પણ અાગળ વધતાં શરીફે ઉરીમાં સૈન્ય અડ્ડા પર અાતંકી હુમલાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ અાતંકી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનના અાતંકવાદી બુરહાન વાનીને યુવાનેતા ગણાવ્યો.

You might also like