બાળકોને ભાવતો બનાવો મિક્સ ફ્રુટ જામ

સામગ્રી:
6 સફરજન
1 પપૈયું
1 કિલો દ્રાક્ષ
3 કેળા
1 નાનું પાઇનેપલ
1.5 ચમચી લીંબુ રસ
6 ચમચી સિટ્રિક એસિડ
1 કિલો ખાંડ
મીઠું સ્વાદપ્રમાણે

બનાવવાની રીત: સૌથી પહેલા તો પપૈયા અને પાઇનેપલની છાલ ઊતારીને નાના ટુકડાં કરી લો. સફરજનને છોલ્યા વગર સમારી લો. હવે એક મોટા પેનમાં એક લીટર પાણી નાંખો અને સફરજન, પપૈયા, દ્રાક્ષ અને પાઇનેપલને ઉકાળો. ત્યારબાદ પાણીને ચાળી દો અને ફળોને ઠંડા થવા દો. સફરજનની છાલને છોલી નાંખો. મિક્સરમાં સફજન, દ્રાક્ષ, લીંબૂનો રસ, પાઇનેપલ, પપૈયા અને કેળા વગેરે નાંખીને પેસ્ટ બનાવી લો. પછી એક ફ્રાઇ પેનમાં બધા જ ફળની પેસ્ટ નાંખી દો અને એમાં ખાંડ, મીઠું નાંખીને ધીમા તાપે પકાવો. હવે એમાં સિટ્રિક એસિડ નાંખો અને 2 મિનીટ સુધી ધીમા તાપ પર ચલાવો. ચમચીથી જામ લઇને એ જાડું થયું છે કે નહીં અને ચેક કરી લો. જો એ બરોબર લાગે તો ગેસ બંધ કરીને એને ઠંડું પાડો. એને એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રિઝમાં સ્ટોર કરો. તમે ઇચ્છો છો બાળકોને બ્રેડ અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો.

You might also like