ફિલ્મ “મિત્રો” એટલે મસ્તીભરેલી લાઇફ અને મેરેજ વચ્ચેની Reality

કલાકારઃ જૈકી ભગનાની, કૃતિકા કામરા, નીરજ સૂદ પ્રતીક ગાંધી અને શિવમ પારેખ
નિર્દેશકઃ નિતિન કક્કડ
મૂવી ટાઇપઃ Comedy, Romance
સમયઃ 1 કલાક 20 મિનીટ

એવું લાગે છે કે જાણે વાશુ ભગનાની પોતાનાં લાડીલા જૈકીને કોઇ પણ પ્રકારે બોલિવૂડ સ્ટાર બનાવવા પર ઉત્સુક છે. પપ્પાએ હવે દીકરા માટે અંદાજે અડધો ડઝન ફિલ્મો બનાવી છે. ઇન્ડસ્ટ્રીનાં નામચીન ડાયરેક્ટરને પણ દીકરાનું કેરિયર પાટા પર લાવવા માટે ફિલ્મોની કમાન સોંપવામાં આવી. હકીકતે આમાંથી એકાદ ફિલ્મ બોક્સ ઓફિસ પર થોડીક વધારે ચાલી પણ હોય પરંતુ સાચી હકીકત તો એ છે કે જૈકીનાં સ્ટાર બનવાની સફર હજી ચાલુ છે.

તમને જણાવી દઇએ કે જૈકીની આ ફિલ્મનાં નિર્માતા તેઓનાં પપ્પા નથી. જૈકીની આ નવી ફિલ્મને નિતિન કક્કડ જેવા કાબિલ ડાયરેક્ટરે નિર્દેશિત કરેલ છે કે જે અંદાજે 6 વર્ષ પહેલા ઓછાં બજેટમાં બનેલી ફિલ્મિસ્તાન ફિલ્મનાં ડાયરેક્ટર રહી ચૂકેલા છે. તેઓની આ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

સ્ટૉરી પ્લોટઃ
ગુજરાતી ફેમિલીનો જય (જૈકી ભગનાની) આમ તો એન્જીનિયર છે. તેને એન્જીનિયરનો અભ્યાસ કરેલ છે. તેમ છતાં પોતાનાં કેરિયરને પાટા પર લાવવાની જગ્યાએ મોટે ભાગે પોતે પોતાનાં ઘરમાં રહીને અજીબોગજીબ હરકતો જ કરતો રહે છે. ઘરનાં લોકો પણ તેનાંથી એટલાં પરેશાન છે કે હવે જયનાં ઘરનાં લોકોને પણ એવું લાગવા લાગેલ છે કે જો તેનાં લગ્ન કરાવી દેવામાં આવે તો કદાચ તે પોતાનાં કેરિયરને ફોકસ કરી શકે.

પછી તો શું જયની ફેમિલીવાળા લોકો જયનાં લગ્ન માટે એક સુંદર છોકરી અવની (કૃતિકા કામરા) જોડે લગ્ન કરાવવાની વાત શરૂ કરે છે. જયની સાથે તેનાં ખાસ દોસ્ત-પ્રતીક ગાંધી અને શિવમ પારેખ સામાન્ય રીતે મોટે ભાગે નજરે આવતા હોય છે. હવે આનાંથી આગળ શું હશે તે માટે તો આપે આ ફિલ્મ જોવાંની રહેશે.

ડાયરેક્શન-એક્ટિંગઃ
ડાયરેક્ટર નિતિનની ફિલ્મ પર સારી એવી પક્કડ છે. ખાસ રીતે જોઇએ તો ઇન્ટરવલ પહેલાની ફિલ્મ તો ખાસ મજેદાર છે. પરંતુ ઇન્ટરવલ બાદની સ્ટોરીની ઝડપ એકાએક થમી જાય છે. હાં, નિતિને ગુજરાતની ફ્લેવર અને ત્યાંનું લોકેશનને સારી રીતે રજૂ કરેલ છે. આ વખતે જૈકીએ પોતાનાં કેરેક્ટરને ખૂબ સારી રીતે નિભાવેલ છે. ન્યૂકમર કૃતિકા કામરા પોતાનાં રોલમાં ખૂબ સૂટ થાય છે. અન્ય કલાકારોમાં નીરજ સૂદ, પ્રતીક ગાંધી, શિવમ પારેખ ઠીકઠાક રહ્યાં. ફિલ્મનું એક ગીત ચાલતા ચાલતા મ્યૂઝીક લવરનાં મોં પર આવતું જ રહે તેવું છે.

You might also like