મિતાલી-ઝૂલને બિગ બેશ લીગમાં રમવાની ઓફર ઠુકરાવી દીધી

મુંબઈ: ભારતીય બૅટ્સવુમન તથા કૅપ્ટન મિતાલી રાજ અને ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીનો ઓસ્ટ્રેલિયામાં મહિલા ખેલાડીઓ માટે રમાતી વિમેન્સ બિગ બેશ લીગ (WBBL) સ્પર્ધામાં રમવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ ક્રિકેટ સ્પર્ધાઓના ભરચક કાર્યક્રમના કારણે આ ખેલાડીઓએ તે ઓફરને સ્વીકારી ન હતી.

WBBLનો કાર્યક્રમ રાષ્ટ્રીય સર્કિટની સ્પર્ધાઓ જોડે મળતો આવે છે અને તેમ જો ના હોત તો અમને તેમાં રમવાનો આનંદ મળ્યો હોત અને તે માટે અમે બીસીસીઆઇ પાસેથી પરવાનગી લીધી હોત, એમ ભારતની મહિલા ટીમની કેપ્ટન મિતાલીએ કહ્યું હતું. ભારતની મહિલા ક્રિકેટ ટીમ ત્રણ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે.

You might also like