સ્મિથની કેપ્ટનશિપની પરીક્ષા, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ

728_90

વેલિગ્ટન : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી પ્રથમ ટેસ્ટ મેત શરૂ થઇ રહી છે. આ શ્રેણી જોરદાર રોમાંચક બની શકે છે. કારણ કે ઘરઆંગણે ન્યુઝીલેન્ડની ટીમનો દેખાવ પણ ભવ્ય રહ્યો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમને પણ વનડે શ્રેણીમાં હાર આપી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે  ઘરઆંગણે તેની કેપ્ટનશીપ પુરવાર કરી છે અને કેટલીક શ્રેણી જીતી પણ છે. જો કે વિદેશી મેદાન પર સ્મીથને કેપ્ટન તરીકે પોતાની કુશળતા સાબિત કરવાની હજુ તક મળી નથી.

જેથી આ શ્રેણી તેના માટે અગ્નિ કસોટી સમાન છે. મેક્કુલમ પોતાની કેરિયરની ૧૦૦મી ટેસ્ટ મેચ રમનાર છે. વર્તમાન ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ મેક્કુલમ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેનાર છે. વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તે પહેલાથી જ જાહેરાત કરી ચુક્યો છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડના તમામ ખેલાડીઓ ધરખમ દેખાવ કરવા સજ્જ દેખાઈ રહ્યા છે. ૧૯૮૬માં છેલ્લે ઓસ્ટ્રેલિયા પર ન્યુઝીલેન્ડે શ્રેણી જીતી હતી ત્યાર બાદથી ન્યુઝીલેન્ડનો દેખાવ નબળો રહ્યો હતો.

બંને ટીમો પોતપોતાની રીતે દેખાવ કરવા માટે તૈયાર છે.  હેમિલ્ટનમાં હાલમાં જ રમાયેલી  ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા ઉપર ૫૫ રને જીત મેળવી હતી. આની સાથે જ લાંબા ગાળા બાદ વનડે શ્રેણી ફરી જીતી લીધી હતી અને ચેપલ-હેડલી ટ્રોફી મેળવી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૪૫.૩ ઓવર ૨૪૬ રન કર્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯૧ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

ઓસ્ટ્રેલિયા પર ન્યુઝીલેન્ડે ૨-૧થી શ્રેણી જીતી હતી. વનડે શ્રેણીમાં જીત બાદ ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડીઓનો જુસ્સો વધી ગયો છે. ખાસ કરીને માર્ટિન ગુપ્ટિલ ભવ્ય ફોર્મમાં છે. સાથે કેપ્ટન વિલિયમસન પર તમામની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર, સ્મીથ, વોગેસ પર તમામની નજર રહેશે. જેક્સન બર્ડનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૩ની શ્રેણી બાદ તે પ્રથમ વખત ટેસ્ટ મેચમાં રમાનાર છે.

ન્ઝૂઝીલેન્ડ : ગુપ્ટિલ, લાથમ, કેન વિલિયમસન, હેનરી બ્રેડન મેક્કુલમ, કોરી એન્ડરસન, વેટલિંગ, ડબ બ્રેસવેલ, માર્ક ક્રેગ, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, જોશ બર્ન, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મીથ, એડમ વોગેસ, મિશેલ માર્શ, પીટર નેવિલ, પીટર સિડલ, હેઝલવુડ, લિયોન, જેક્શન બર્ડ

ઓસ્ટ્રેલિયાને હરાવી ક્રિકેટમાંથી સંન્યાસ લેવા ઇચ્છતો મૈકુલમ

ન્યૂઝીલેન્ડનો કપ્તાન બ્રેન્ડ મૈકુલમ કાલથી અહીંયા ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ સિરિઝ જીતી ક્રિકેટમાંથી સંન્યાસ લેવા ઇચ્છે છે. આ મૈકુલમની ૧૦૦મી ટેસ્ટ પણ છે. જે ક્રાઇસ્ટચર્ચમાં બીજી અને અંતિમ ટેસ્ટ રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લેવા માંગે છે.મૈકુલમે કહ્યું કે ઓસ્ટ્રેલિયાને હરાવી વિદાય લેવી સારું રહેશે. પોતાના ઘરઆંગણાના મેદાન પર આવું કરવું તેમાં પણ વિશેષ રહેશે. પોતાની ૧૦૦મી અને અંતિમ ટેસ્ટ પોતાના મેદાન પર રમવી બહુ મહત્ત્વની છે.

You might also like
728_90