Categories: Sports

મિશેલ જોન્સનની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

સિડની: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ જોન્સને ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી બીજી ટેસ્ટમેચ પૂર્ણ થવાની સાથે જ મિશેલ જોન્સન ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે. મિશેલ જોન્સને આ અંગે જણાવ્યું હતું કે મારું માનવું છે કે ક્રિકેટને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે. હું નસીબદાર છું કે મને દેશ વતી રમવાની તક મળી અને મારી ક્રિકેટ યાત્રા ઘણી જ સારી અને ઘટના સભર રહી હતી. મિશેલ જોન્સને જણાવ્યું હતું કે તેના માટે પર્થ ગ્રાઉન્ડ વાકાનું ખૂબ જ મહત્વ છે અને તેથી જ તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવા માટે આ મેચ અને ગ્રાઉન્ડની પસંદગી કરી છે.

મિશેલ જોન્સને વધુમાં જણાવ્યું હતું કે મેં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય કર્યો છે. આ મેચ બાદ મને નથી લાગતું કે હું બેગી ગ્રીન (ઓસ્ટ્રેલિયન ટીમની ક્રિકેટ કેપ) પહેરવા માટે એ લેવલની મહેનત કરવા કાબેલ છું. ૩૪ વર્ષીય ફાસ્ટબોલર મિશેલ જોન્સને અત્યાર સુધી ૭૩ ટેસ્ટમેચ રમી છે અને ૩૧૧ વિકેટ લીધી છે. તે ઓસ્ટ્રેલિયાનો ચોથા નંબરનો સૌથી સફળ બોલર છે. ટેસ્ટમાં વિકેટ લેવાની બાબતમાં તેનાથી આગળ માત્ર શેન વોર્ન (૭૦૮), ગ્લેન મેકગ્રાથ (પ૬૩) અને ડેનીસ લીલી (૩પપ) છે. ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં તમામ ટીમના બોલર્સની યાદીમાં મિશેલ જોન્સનનો ક્રમ રપમો છે. મિશેલ જોન્સને ૧પ૩ વનડેમાં ર૩૯ વિકેટ લીધી છે. જ્યારે ટી-ર૦માં ૩૦ મેચ રમીને ૧૩૮ વિકેટ લીધી છે.

મિશેલ જોન્સને ઓકટોબરમાં એક કોલમમાં રિટાયરમેન્ટ લેવાનો સંકેત આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં ઓસી. ટીમને મળેલી હાર બાદ તેણે નિવૃત્તિ અંગે વિચારવાનું શરૂ કરી દીધું હતું. મિશેલ જોન્સને લખ્યું હતું કે હું જ્યારે પર્થમાં પરત આવ્યો ત્યારે ટીવી પર મેટાડોર કપ જોતો હતો અને મને મેં જોયું કે નવા છોકરાઓ સારું પર્ફોમ કરી રહ્યા છે અને તેથી તેવી અનુભૂતિ થઇ કે હું મારી કરિયરમાં ક્યાં છું.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

2 days ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

2 days ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

2 days ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

2 days ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

2 days ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

2 days ago