પીરિયડ્સ દરમિયાન આવી ભૂલો પડી શકે છે ભારે

દર મહિને છોકરીઓ અને મહિલાઓને પીરિયડ્સ આવવી એક નેચરલ પ્રોસેસ છે. પરંતુ આ દરમિયાન કેટલીક સાવધાનીઓ રાખવામાં ના આવે તો એની ખરાબ અસર પડે છે. આજે અમે તમને એવી જ ભૂલો માટે કહેવા જઇ રહ્યા છીએ જેનાથી મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન બચવું જોઇએ.
1. ફિઝિકલ રિલેશન
પીરિયડ્સ સમયે ફિઝિકલ રિલેશન બનાવવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. એવામાં દુખાવો પણ વધી શકે છે.

2. વધારે એક્સરસાઇઝ
પીરિયડ્સ દરમિયાન વધારે એક્સરસાઇજ અથવા યોગા કરવાથી બોડીમાં બ્લડ સર્કુલેશન વધી જાય છે. એવામાં પેટમાં દુખાવો અને હેવી બ્લીડિંગ થવા લાગે છે.

3. હાઇજીન ના રહેવું
પીરિયડ્સ દરમિયાન બોડીને હાઇજીન ના રાખવાથી ઘણી હેલ્થ સમસ્યા થાય છે. સેનેટરી નેપકિનને દર 3 4 કલાકે બદલી નાંખવું જોઇએ. જો એને બદલવામાં ના આવે તો બેક્ટેરિયા ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

4. ઉપવાસ રાખવો
પીરિયડ્સ દરમિયાન બોડીને વિટામીન અને મિનરલ્સની ખૂબ જરૂર હોય છે. જો એવામાં ઉપવાસ રાખો છો તો સીરિયસ હેલ્થ સમસ્યા થઇ શકે છે.

5. પૂરતી ઊંઘ ના લેવી
પીરિયડ્સ દરમિયાન ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ ના લેવાથી બોડી રિલેક્સ થઇ શકતી નથી. એવામાં માથાનો દુખાવો અને બોડી પેન જેવી સમસ્યા થવા લાગે છે.

6. ભારે કામ
પીરિયડ્સ દરમિયાન બોડીમાં ખૂબ જ કમજોરી આવી શકે છે. એવામાં હેવી વર્ક કરવાથી પેટ અને કમરની સમસ્યા વધી શકે છે.

7. કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ
પીરિયડ્સ દરમિયાન પ્રાઇવેટ પાર્ટને વોશ કરવા માટે કેમિકલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવાથી દુખાવો અને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે.

8. ફાસ્ટ ફૂડ ખાવું
પીરિયડ્સ દરમિયાન સેન્ડવિચ. બર્ગર, પીધા અથવા ચીપ્સ જેવા ફાસ્ટફૂડ ખાવાથી બોડીને જરૂરી વિટામીન અને મિનરલ્સ મળી શકતાં નથી. એવામાં બોડીમાં નબળાઇ આવવા લાગે છે.

You might also like