ડીઝલ વડે દોડતી ટ્રેનોની જગ્યાએ હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક ટ્રેનો લાવી રહ્યું છે રેલવે

નવી દિલ્હી: ડીઝલ વડે ચાલનાર એંજીનવાળી રેલ ગાડીઓની જગ્યાએ ભારતીય રેલવે ટૂંક સમયમાં ઝડપી દોડનારી ઇલેક્ટ્રોનિક ટ્રેનોને પાટા પર ઉતારવા જઇ રહી છે.

રેલવેએ તેના માટે પહેલ શરૂ કરી દીધી છે અને નાના રૂટો પર ડીઝલ એન્જીનો જગ્યાએ ઇલેક્ટ્રિક એમઇએમયૂ ટ્રેન ઉતારવાનું શરૂ કરી દીધું છે. તેનો ઉદ્દેશ્ય ટ્રેનોની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક વધારવા અને ડીઝલથી ફેલાનાર પ્રદૂષણએ ઓછું કરવાનો છે. રેલવેના અધિકારીઓએ કહ્યું કે ઇલેક્ટ્રિક એન્જીનનો ઉપયોગ કરવાથી ઇંઘણ પર થનાર ખર્ચમાં ઘટાડો થશે કારણ કે વિજળી સસ્તી પડે છે.

આ પહેલ ‘મિશન રફ્તાર’નો ભાગ છે, જેની જાહેરાત રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ વર્ષે રેલવે બજેટમાં કરી હતી. આ મિશન હેઠળ આગામી 5 વર્ષમાં માલ ગાડીઓની સરેરાશ ગતિ બમણી કરવી અને નોન-સબઅર્બન ટ્રેનોની ગતિ 25 કિલોમીટર પ્રતિકલાક કરવાનો છે. હાલ નોન-સબઅર્બન ટ્રેનોની સરેરાશ ગતિ 46.3 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે માલગાડીઓને ગતિ 24.2 કિલોમીટર છે.

You might also like