PM મોદી શનિવારથી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચારનો કરશે પ્રારંભ

ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સૌથી અગ્રેસર નામ હોય તો તે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું. આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 9 મી ડીસેમ્બરે યોજાશે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી તેમનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સૌરાષ્ટ્રથી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરશે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીસભાઓને સંબોધન કરી શકે છે. આ ઉપરાંત પીએમ મોદી કચ્છમાં પણ ચૂંટણીસભાઓ ગજવશે.

આમ, જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીસભા કરવા આવી રહ્યાં છે ત્યારે ભાજપના વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોમાં પોતાના મતવિસ્તારમાં સભા યોજવા અંગે રજૂઆત કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીસભામાં ભારે ભીડ એકઠી થતી હોવાથી ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં ચૂંટણીસભા અંગે રજૂઆત કરી રહ્યાં છે.

You might also like