મિશન ગુજરાત : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ, વલસાડ-વાપીમાં અનેક જગ્યાએ સંવાદ

વલસાડ: આગામી મહિને યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના દક્ષિણ ગુજરાત પ્રવાસે આવ્યા છે, ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. રાહુલ ગાંધી વલસાડ અને વાપી જિલ્લામાં અનેક જગ્યાઓ પર લોકો સાથે સંવાદ કરશે. રાહુલ ગાંધી સૌ પ્રથમ પારડી ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા કરશે. ત્યારબાદ અતુલમાં ટ્રેડ યુનિયન વર્કર્સ સાથે સંવાદ કર્યા બાદ વલસાડના સ્ટેડિયમ રોડ પર રાહુલગાંધીનું સ્વાગત કરવામાં આવશે.

જયારે વલસાડના કોસંબા ખાતે માછીમાર સમુદાય સાથે સંવાદ બાદ ગણદેવી તેમજ ડુંગરી ખાતે ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે રાહુલ ગાંધી નવસારીના ઇલાટવા ખાતે જનસભાને સંબોધન કરશે. જ્યારે મરોલી વિધાના કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્વાગત બાદ જળ ક્રાંતિ ગ્રાઉન્ડ ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરવામાં આવેલ છે.
તો બીજી તરફ રાહુલ ગાંધી સુરતમાં હોય ત્યારે હાર્દિક પટેલ સાથે મુલાકાત યોજાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

You might also like