ગુમ થયેલા સરપંચનો જમીનમાં દાટેલો મૃતદેહ મળ્યોઃ મિત્રોએ જ હત્યા કરી હતી

અમદાવાદ: અંક્લેશ્વર નજીક અાવેલા અંદારા ગામના સરપંચ અાઠ દિવસ અગાઉ ભેદી રીતે ગુમ થયા બાદ તેનો મૃતદેહ અમૃતપુરા ગામની સીમમાં જમીનમાં દાટેલી હાલતમાં મળી અાવ્યો હતો. તેના મિત્રો અને સાથી સભ્યોએ જ અા સરપંચની હત્યા કરી હોવાનું પ્રકાશમાં અાવતા ભારે ચકચાર મચી ગઈ છે.

અંદારા ગામના સરપંચ સતીશ વસાવા અાઠ દિવસ અગાઉ અચાનક જ ગુમ થઈ ગયા હતા. પોલીસે સઘન શોધખોળ શરૂ કરી હતી. દરમિયાનમાં અમૃતપુરા ગામની સીમમાં ખોડિયાર માતાજીના મંદિર નજીક જમીનમાં દાટેલી હાલતમાં સતીશ વસાવાનો મૃતદેહ મળી અાવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સરપંચ સતીશ વસાવા જે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા તે મિત્રો નારસંગ વાળા, કુમાર પરમાર, અનિલ વસાવા અને નીલેશ વસાવાએ તેની હત્યા કરી હોવાનું અને અા હત્યા જમીનના એનએ અને ખોટા દસ્તાવેજો પર સતીશ વસાવા સહી ન કરતા હોવાના કારણે થયું હોવાનું તપાસમાં બહાર અાવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like