મોબાઇલ ચોરી કે ખોવાઇ ગયો છે? આ છે હેલ્પલાઇન નંબર

મોબાઇલ ચોરીની ઘટના આજકાલ સામાન્ય થઇ ગઇ છે. ત્યારે સૌથી મોટી સમસ્ય એ રહી છે કે જો તમે પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી થયાની ફરીયાદ કરવા જાવ તો પણ તે ખૂબ મુશ્કેલી ભર્યું બની જાય છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ મુશ્કેલીનો અંત લાવવા માટે મોબાઇલ ફોન ચોરીની ફરીયાદ માટે ખાસ અલાયદો હેલ્પલાઇન નંબર 14422 જાહેર કર્યો છે. હવે લોકોને પોતાના મોબાઇલ ચોરીની ફરીયાદ માટે જ્યાંત્યાં ભટકવાની જરૂર નહીં પડે.

14422 પર વાત કરો અથવા તો તેના પર મેસેજ કરવાથી ફરિયાદ નોંધાઇ જશે અને સર્વિસ પ્રોવાઇડર મોબાઇલને શોધી લેશે. તમને જણાવી દઇએ કે, ટેલિકૉમ વિભાગ દ્વારા મેના અંત સુધી આ સેવા મહારાષ્ટ્રલના સર્કલમાં શરૂ કરવામાં આવશે, જ્યારે ડિસેમ્બર સુધી દેશના 21 બીજા સર્કલ પર લાગૂ કરી દેવામાં આવશે.

ચોરી અથવા તો ખોવાઇ ગયેલા મોબાઇલની ઓળખ અને શોધ માટે ટેલિકૉમ્યુનિકેશન ટેક્નોલોજી કેન્દ્રે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર(CIRR) તૈયાર કર્યું છે. જેમાં દરેક નાગરિકના મોબાઇલનું મોડેલ નંબર, સિમ નંબર અને IMEI નંબર સામેલ હશે. જેના આધારે મોબાઇલ મોડેલ અને IMEIને મેચ કરતી સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે.

આ સિસ્ટમ ધીમે-ધીમે તમામ રાજ્યોના પોલીસને આપી દેવામાં આવશે, જેની મદદથી મોબાઇલ ખોવાઇ જવાની ફરિયાદ આવતા જ પોલિસ અને ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડર મોબાઇલ મૉડલ અને IMEI નંબર મેળવશે, જો IMEI નંબર બર બદલી નાખવામાં આવ્યો છે તો તે નંબરની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવશે.જોકે આ સિસ્ટમને એક મોટી ખાસીયત એ છે કે આ મોબાઇલની તમામ સેવાઓ બંધ હોવા છતા પોલીસ મોબાઇલને ટ્રેક કરી શકશે.

સી-ડૉટ મુજબ એકવાર ફરીયાદ મળ્યા બાદ જે તે મોબાઇલ નંબર અને IMEI આધારી તે હેન્ડસેટમાં બીજુ સિમ નાખવા છતા નેટવર્ક નહીં આવે. પંરતુ તેને ટ્રેક કરી શકાશે. ઉલ્લેખનીય છે કે દેશ વિરોધી પ્રવૃત્તિઓથી લઈને દેશમાં અરાજક્તા ફેલાવવા માટે આવા ચોરીના મોબાઇલનો ઉપયોગ થાય છે. જે સમસ્યાના ઉકેલ માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

દેશમાં IMEI નંબર બદલવા પર 3 વર્ષની સજાની જોગવાઇ છે. ગત વર્ષે ટેલિકૉમ વિભાગ મોબાઇલ ચોરીની વધતી ફરિયાદ બાદ અંગ્રે ટેલિગ્રાફ એક્ટમાં સુધારો કરી નવું અમેડમેન્ટ આવ્યો હતો.

You might also like