મોઝાંબિકમાંથી લાપતા MH-370 વિમાનનો કાટમાળ મળ્યો

કુઆલાલંપુર: લગભગ બે વર્ષ પહેલા ઉડાણ દરમિયાન લાપતા થયેલા મલેશિયન એરલાઈન્સના વિમાન MH-370નો કાટમાળ માેઝાંબિકમાંથી મળ્યો હાેવાનો દાવો થયો છે. આ વિમાન ૮ માર્ચ ર૦૧૪ના રાેજ કુઆલાલંપુરથી બિજિંગ આવતી વખતે લાપતા થયું હતું.

આ લાપતા વિમાનની તપાસ દરમિયાન મોઝાંબિકના કિનારા પરથી એક મેટલનો ટુકડો મળ્યાે છે. જે લાપતા પ્લેનનું સ્ટેબિલાઈઝર હાેઈ શકે છે. મલેશિયા, આેસ્ટ્રેલિયા અને અમેરિકાના તપાસકારાે આ ટુકડાની તસવીરાેની તપાસમાં લાગી ગયા છે. જાેકે સૂત્રાેના જણાવ્યા અનુસાર આ ટુકડાે બોઈંગ ૭૭૭ વિમાનનો જ છે. અને મલેશિયન એરલાઈન્સ સિવાય અત્યારસુધી વિશ્વમાં કાેઈ અન્ય બાેઈંગ ૭૭૭ વિમાન લાપતા થયું નથી.

છેલ્લાં બે વર્ષથી લાપતા બાેઈંગ ૭૭૭ વિમાનના કાટમાળની તપાસ થઈ રહી છે. આ વિમાનમાં ર૩૯ મુસાફરો સવાર હતા. તેમાં પાંચ ભારતીય પણ સામેલ હતા. જાેકે મલેશિયન એરલાઈન્સના જણાવ્યા અનુસાર આ વિમાન દક્ષિણ હિન્દ મહાસાગરના ભાગમાં કાેઈ જગ્યાએ તૂટી પડ્યું હતુ. પરંતુ અત્યાર સુધી વિમાનના કેટલાંક નાના ટુકડા જ મળ્યા છે. અત્યાર સુધી આ વિમાન તૂટી પડવાનું કારણ જાણવા મળ્યું નથી.

You might also like