બ્રસેલ્સમાં ઇન્ફોસિસના એન્જિ.નું મૃત્યુઃ આજે મૃતદેહ ચેન્નઈ લવાશે

બ્રસેલ્સ : બ્રસેલ્સમાં 22 માર્ચે થયેલા આતંકવાદી હૂમલા બાદથી ગૂમ બેંગ્લોરનાં સોફ્ટવેર કંપનીનાં કર્મચારી રાધવેન્દ્રને પણ મૃત જાહેર કરી દીધો છે. જણાવાઇ રહ્યું છે કે રાધવેન્દ્ર પણ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો પૈકી એક છે. બેલ્જિયમનાં અધિકારીઓની પૃષ્ટિ બાદ આ જાણકારી ભારતીય દૂતાવાસ દ્વારા અપાવાઇ રહી છે. જણાવાઇ રહ્યું છે કે રાધવેન્દ્ર પણ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો છે. વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે થોડા દિવસો પહેલા જ જણાવ્યું હતું કે બ્રસેલ્સ ખાતે ભારતીય દૂતાવાસ ગણેશ મુદ્દે સતત પ્રયાસો કરી રહ્યું છે.

બ્રસેલ્સ એરપોરટ પર થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા જેટ એરવેઝનાં ચાલક દળનાં બે સભ્યો નિધિ ચાપેકર અને અમિત મોટવાની અંગે સ્વરાજે જણાવ્યું હતું કે તે સ્વસ્થ થઇ રહ્યો છે. બંન્ને મુંબઇના નિવાસી છે જ્યારે રાધવેન્દ્ર બેંગ્લોરનો રહેવાસી છે. સમાચાર આવી રહ્યા હતા કે રાધવેન્દ્રએ બ્રસેલ્સ વિસ્ફોટનાં એક કલાક પહેલા ત પોતાના માં સાથે વાતચીત કરી હતી. સ્વરાજે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે રાધવેન્દ્રની માહિતી મેળવવા માટે અપીલ પણ કરી હતી.

નોંધનીય છે કે બ્રસેલ્સ એરપોર્ટ અને મેટ્રો સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં 30 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. બ્રસેલ્સમાં જે બે આત્મઘાતી હૂમલાખોરોએ પોતાની જાત ઉડાવી દીધી હતી. તેને પેરિસ હૂમલાનાં મુખ્ય સંદિગ્ધ અબ્દેસલામનો ભાઇ હોવાનું પણ જણાવાઇ રહ્યું છે.

રાઘવેન્દ્ર આઇટી કંપની ઇન્ફોસિસ માટે કામ કરતા હતા. તેમના પાર્થિવ શરીરને આજે એમ્સ્ટર્ડમથી ચેન્નઇ લાવવામાં આવશે.

બેલ્જિયમ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ ડીએનએ ટેસ્ટ પછી કન્ફર્મ થયું હતું કે હુમલામાં માર્યા ગયેલા ગુમ થયેલા એન્જિનિયર રાઘવેન્દ્ર જ છે. આ ઉપરાંત કેટલીક અન્ય વિગતો પરથી રાઘવેન્દ્રની ઓળખ કરવામાં મદદ મળી હતી. રાઘવેન્દ્રનાં માતા પિતા અને ભાઇ પણ બેલ્જિયમમાં જ છે. આ ઉપરાંત તેમનાં પત્ની વૈશાલી અને ૪૦ દિવસનો પુત્ર અત્યારે ચેન્નઇમાં છે.

You might also like