ભારત આવેલા મૌલવીને PAK માં બતાવ્યા RAW એજન્ટ, સુષમા સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ગૂમ થયેલા બે ભારતીય મૌલવી સોમવારે ભારત ફર્યા છે. એમાં હજરત નિઝામુદ્દીન ઔલિયા દરગાહના મુખ્ય ખાદિમ આસિફ અલી નિઝામી અને એમના ભત્રીજા નઝીમ અલી નિઝામી છે. બંને એમના પરિવારની સાથે વિદેશમંત્રી સુષમા સ્વરાજને મળવા પહોંચ્યા છે. સુષમાએ બંનેની પાકિસ્તાની ખાનગી એજન્સીઓ સાથે છોડવાની જાણકારી આપી હતી.

મળતી જાણકારી અનુસાર મુખ્ય ખાદિમ આસિફ અલી નિઝામી અને એમના ભત્રીજા નઝીમ અલી નિઝામી લાહોરની દાતા દરબાર દરગાહમાં ગયા હતા. એમને ત્યાંથી આવવા માટે કરાચીની ફ્લાઇટમાં બેસવાનું હતું. આસિફ નિઝામીને લાહોર એરપોર્ટ પર અધૂરા દસ્તાવેજ હોવાના કારણે રોકી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાદિમ લાહોર અને નિઝામી કરાચી એરપોર્ટથી ગૂમ થઇ ગયા.


ભારત સરકારે ઇસ્લામાબાદમાં રહેલા ભારતીય રાજદૂત દ્વારા પાકિસ્તાન સરકારની સામે આ મુદ્દો ઉઠાવ્યો. ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એમને છોડાવવા માટે નવાઝ શરીફના વિદેશ મુદ્દાઓના સલાહકાર સરતાજ અજીજ સાથે વાત કરી. ત્યારબાદ એમને છોડી દેવામાં આવ્યા. જાણવા મળી રહ્યું છે છે બંને મૌલવી પોતાના સંબંધીઓને કરાચી મળવા ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like