આજે પરત ફરશે પાકિસ્તાનમાં ગુમ થયેલા મૌલવી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ગુમ થયેલા બે ભારતીય મૌલવી આજે સ્વદેશ પરત ફરશે. બંને સવારે 11 વાગે નિઝામુદ્દીન ઓલિયા દરગાહના મુખ્ય ખાદિમ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રિજા નાજિમ અલી નિજામીને પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ છોડી દીધા છે. તેમણે મુક્તિ માટે પાકિસ્તાન પીએમના વિદેશ સલાહકાર સરતાજ અજીત સાથે વાતચીત કરી હતી.

આસિફ અને નાજીમ પોતાના સંબંધીને મળવા માટે અને પાકિસ્તાનમાં આવેલા સૂફી દરગાહોમાં જિયારત માટે દર વર્ષે પાકિસ્તાન જાય છે. પરંતુ આ વખેત બંને લાહોર એરપોર્ટ પરથી ગુમ થઇ ગયા હતા. તેમના પરિવારે દાવો કર્યો હતો કે નાજિમની લાહોર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આસિફને કરાચી એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે.

પાકિસ્તાન મીડિયા તરફથી સમાચાર આવ્યા હતા કે બંને મૌલવીઓને આઇસઆઇએ ગુમ કર્યા છે. પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓને શંકા હતી કે બંનેનો સંબંધ મુહાજિર કૌમી મૂવમેન્ટ સાથે હોઇ શકે છે. જો કે સત્તાવાર રીતે પાકિસ્તાની સરકાર કહેતી હતી કે આસિફ અને નાજિમ પોતાના શ્રદ્ધાળુઓને મળવા માટે સિંધના અંતરિયાળ વિસ્તારમાં ગયા હતા. જ્યાં મોબાઇલ સેવા ન હોવાને કારણે પરિવાર સાથે સંપર્ક થઇ શક્યો ન હતો.

http://sambhaavnews.com/

You might also like