એએન-૩૨ વિમાન હજુય લાપતાઃ શોધખોળ ચાલુ

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ગુમ થયેલા વિમાન અેઅેન-૩૨ની ભાળ મેળવવા રાતભર તપાસનો ધમધમાટ ચાલુ રહેવા છતાં હજુ આ વિમાનનો પત્તો લાગ્યો નથી ત્યારે બીજી તરફ સંરક્ષણ પ્રધાન પારિકર આ ઘટનાની તપાસ કરવા ચેન્નઈ પહોંચી ગયા હતા.

દરમિયાન ગઈ કાલે રાતભર ભારતીય વાયુસોનાના ગુમ થયેલા અેઅેન-૩૨ વિમાનની શોધખોળ ચાલુ રહી હતી. પરંતુ આ લખાય છે ત્યાં સુધી વિમાનની ભાળ મળી નથી. સંરક્ષણ રાજ્ય પ્રધાન અેસ.આર.મામરેએ જણાવ્યું કે આ ઘટના ચેન્નઈથી લગભગ ૨૭૦ િકલોમીટર દૂર થઈ હતી. આ વિમાનમાં જે લોકો હતા તેમના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ અંગે હાલ તપાસ અભિયાન ચાલી રહ્યું છે.

આ વિમાન સવારે ૮-૩૦ કલાકે રવાના થયું હતું અને તે ૧૧-૩૦ કલાકે પોર્ટ બ્લેર જવાનું હતું. પરંતુ આ વિમાન અેકાએક ગાયબ થઈ ગયું હતું. વિમાન ગુમ થયા બાદ પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર ટિ્વટ કરી વિમાનમાં રહેલા તમામ યાત્રિક સુરક્ષિત રીતે પરત આવે તેવી શુભકામના વ્યકત કરી હતી.

તાંબ્રમ એરબેજ પહોંચતા પાર્રિકર
આ ઘટના બાદ સ્થિતીનો કયાસ મેળવવા સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર દિલ્હીથી રવાના થઈ ગયા હતા.તેઓ અધિકારીઓ સાથે વિમાન જે સ્થળેથી ગુમ થયુ છે તેની તપાસ હાથ ધરશે.તેમનું વિમાન ૧૧ કલાકે તાંબ્રમ અેરબેજ પર પહોંચ્યુ હતુ.

You might also like