મિશન યુપીઃ આદિત્યનાથને મોદી કેબિનેટમાં સ્થાન મળશે

નવી દિલ્હી: ભાજપ આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં અત્યારથી જ લાગી ગયું છે. આ સંદર્ભમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં વડા પ્રધાન નિવાસની મુલાકાત લઇને વડા પ્રધાન સાથે ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આાગામી દિવસોમાં ઉત્તર પ્રદેશના કેટલાક સાંસદોનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવશે. આ અંગે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન વચ્ચે ચર્ચા થઇ હતી, જોકે હજુ સુધી કોઇ નામને લઇને જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને કેબિનેટ વિસ્તરણમાં સ્થાન મળી શકે છે.

વડા પ્રધાન મોદી સ્વયં યુપીના વારાણસી મતક્ષેત્રનું સંસદસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ગૃહ પ્રધાન રાજનાથસિંહ સહિત ઉત્તર પ્રદેશમાંથી લોકસભાના ૧૧ સાંસદો પ્રધાન છે. યુપીમાંથી રાજ્યસભાના બે સાંસદો પણ પ્રધાન છે. આ ઉપરાંત અમેઠીમાંથી લોકસભાની ચૂંટણી હારી જનાર સ્મૃતિ ઇરાની પણ કેન્દ્રમાં પ્રધાન છે.

You might also like