બાંગ્લાદેશમાં પાક. ખેલાડીઓનો કોઈએ ભાવ પણ ના પૂછ્યો

કરાચીઃ ટીમ માલિકો અને મેનેજમેન્ટ તરફથી મહત્ત્વ નહીં મળવાથી નારાજ પાકિસ્તાની ખેલાડીઓ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાંથી પાછા ફર્યા છે. ખરાબ યાદો સાથે પાછા ફરેલા આ ખેલાડીઓમાં ઘણા દિગ્ગજ પણ સામેલ છે. પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન મિસબાહ ઉલ હકને તેની ફ્રેંચાઇઝી રંગપુર રાઇડર્સના ટીમ મેનેજમેન્ટ અંતિમ સાત મેચમાં નજરઅંદાજ કર્યો અને મિસબાહના સ્થાને અન્ય વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઊતરવાની તક આપી, જેમાં બાંગ્લાદેશનાે મોહંમદ નબી પણ સામેલ છે. મિસબાહ ટીમની નોકઆઉટ મેચ પહેલાં કહ્યું, ”હું આ અંગે વધુ કંઈ બોલી ના શકું, પરંતુ મને લાગે છે કે ટીમ માલિકો અને બધા કોચ જાણે છે કે તેઓને શું જોઈએ છે, જોકે લાંબા સમય સુધી મેદાનમાં બહાર બેસવું આસાન નથી હોતું.” મિસબાહ બારિસાલ બુલ્સ વિરુદ્ધ નોકઆઉટ મેચમાં તક નહીં મળવાથી નિરાશ દેખાઈ રહ્યો હતો. તેને તક ન દેવા બદલ પાકિસ્તાન ક્રિકેટ જગતના ઘણા લોકો હેરાન પરેશાન છે, જ્યારે કામરાન અકમલ, સઇદ અજમલ, ઉમર અકમલ અને વહાબ રિયાઝ જેવા સ્વદેશ પાછા ફરી ચૂકેલા ખેલાડીઓને નજરઅંદાજ કરાતા તેઓ પણ ખુશ નથી.

You might also like