મની લોન્ડ્રિંગ કેસમાં મીસા ભારતી અને પતિને શરતો સાથે મળ્યા જામીન 

મની લોન્ડ્રિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી અને જમાઈ શૈલેષ યાદવને પટિયાલા હાઉસ કોર્ટે 2 લાખ રૂપિયા ભરી સશર્ત જામીન આપ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટે બંને શરતો સાથે જામીન આપ્યા છે.

કોર્ટે કહ્યું છે કે, બંને જણા કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને બહાર જઈ શકતા નથી. આ મામલો કંપની મિશેલ પેકર્સ એન્ડ પ્રિન્ટર્સ પ્રાઈવેટના નામ પર દિલ્ગીમાં એક ફાર્મ હાઉસની ખરીદી સાથે જોડાયેલો છે. આ મામલે નિદેશાલયે મીસા ભારતી સાથે પૂછપરછ કરી છે.

જો કે મીસા ભારતીનું કહેવું છે કે, મની લોન્ડ્રિંગ માટે તપાસ હેઠળ આવતી કંપનીને તેમના પતિ અને એક સીએ ચલાવતા હતા. સીએનું મોત થઈ ચૂક્યું છે. જો કે નિર્દેશાલયનું કહેવું છે કે, 1.2 કરોડની મની લોન્ડ્રિંગમાં આ દંપતિ જોડાયેલું છે.

You might also like