આ છે ભિખારીઓનો દેવતા : મોત બાદ પણ કરતો રહેશે મદદ

કોલકાતા : પશ્ચિમ બંગાળનાં નદિયા જિલ્લાનાં એક યુવકે ભિખારીઓની મદદ માટેની એક અનોખી રીત શોધી લેવાઇ છે. તેમણે ભિખારીઓને પૈસા દેવા માટે એમઆઇએસ (માસિક આવક યોજના) ખાતા ખોલાવે છે. નદિયા જિલ્લાનાં છપરા શ્રીનગર વિસ્તારમાં રહેનારા નિખિલ શાહ સિમેન્ટનાં ડિલર છે. તેઓ પોતાની એક દુકાન ચલાવે છે. તેમની પાસે કેટલાક ભિખારીઓ રોજીંદી રીતે ભીખ માંગવા માટે આવતા હતા. તેઓ રોજ આ ભિખારીઓને ભિખ આપતા હતા. પરંતુ 2011માં એક દિવસ તેમની પત્નીએ તેને એક અનોખો આઇડિયા આપ્યો.

પત્નીએ તેમને સલાહ આપી કે રોજ થોડા થોડા પૈસા આપવા કરતા અઠવાડીયાનાં એકસાથે આપો. નિખિલને પત્નીની સલાહ ઘણી સારી લાગી અને તેમણે અઠવાડીયાનાં બદલે દરેક મહિનાનાં અંતે પ્રત્યેક ભિખારીને 10 રૂપિયા આપવાનું ચાલુ કરી દીધું. આ રીતે લગભગ 200 ભિખારીઓ તેમની યાદીમાં છે જેમને તેઓ મહિનાના અંતે 10 રૂપિયા આપે છે. જો કે આ સેવા દરમિયાન નીખીલને વિચાર આવ્યો કે પોતાનાં મોત બાદ શું થશે.

નીખીલને આ વિચાર આવ્યા બાદ તેમણે 80 અન્ય લોકોની સાથે મળીને ચાર લાખ રૂપિયા ભેગા કર્યા અને એક એમઆઇએસ ખાતું ખોલાવ્યું. ઓળખ માટે તેમણે તમામ 200 ભિખારીઓનાં ઓળખ પત્ર પણ બનાવ્યા છે. નિખિલ ભિખારીઓની મદદ માટે જે નાણા વહેચતા હતા તે બંધ કરીને હવે ખાતામાં જમા કરાવે છે. તેમણે જણાવ્યું કે હવે પોતાનાં વિશ્વાસપાત્ર લોકોની એક સમિતી પણ બનાવવા માંગે છે જેથી આ 200 ભિખારીઓની જમા થયેલી રકમની યોગ્ય વહેંચણી થઇ શકે.

You might also like