અનિલ કપૂરના પૂત્રની ફિલ્મનું ટીઝર રિલીઝ

મુંબઇઃ નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાની બહુપ્રતીક્ષિત ફિલ્મ મિર્જયાનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. મિર્જયા ફિલ્મ સાથે અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂર અને સૈયામી ખેર બોલિલુડમાં ડેબ્યુ કરી રહ્યાં છે. ત્યારે અભિનેત્રી સોનમ કપૂર અને હર્ષવર્ધનની બહેન સોનમ કપૂરે ફિલ્મનું ટીઝર ટવિટર પર શેર કર્યું છે.

ફિલ્મની વાર્તા મિર્જા અને શાહિબાનના રોમાંસ પર આધારિત છે. પરંતુ આ વાર્તાને આજના સમય પ્રમાણે દર્શાવવામાં આવી છે. હર્ષવર્ધન અને સૈયામીની ઉમદા કેમેસ્ટ્રી સાથે હર્ષવર્ધનના એક્શનસીન પણ જોવા મળશે. ફિલ્મનું સંગીત શંકર, અહેસાન અને લોયે આપ્યું છે. જ્યારે ગુલઝારે તેના ગીત લખ્યા છે. આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થવા જઇ રહીં છે. આ ફિલ્મમાં ઓમપુરી, અર્ત મલિક, કેકે રૈના અને અનુજ ચૌધરી પણ છે.

You might also like