કાચ નહીં, હવે ટ્રાન્સપરન્ટ લાકડું ઘરને ઉજાસવાળું બનાવશે

ઘરમાં ઉજાસ રહે એ માટે વધારે ગ્લાસ વાપરવાનું ચલણ છે જો કે ગ્લાસ એટલા મજબૂત હોતા નથી. હવે રિસર્ચરોએ ગ્લાસ કરતા વધુ મજબૂત હોય તેવા લાકડા જેવા મટિરિયલમાંથી બનેલું અને લાઈટ પસાર થઈ શકે તેવું ટ્રાન્સપરન્ટ મટિરિયલ બનાવ્યું છે. અામ કરવાથી અાર્ટીફિશિયલ લાઈટનો ખર્ચો ઘટી જશે. સ્વીડનના સંશોધકોએ લાકડાંમાંથી અાવા પારદર્શક પેપર બનાવ્યા છે. એજ ટેક્નોલોજી અને નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરીને શાઈનિંગવાળુ મટિરિયલ તૈયાર કર્યું છે જે અરિસા, લેમ્પ અને સિલિંગની લાઈટની અાસપાસ લગાવવાથી ઘરમાં સામાન્ય કરતાં વધુ લાઈટિંગ રહે છે.

You might also like