મીરાએ શેર કરી મીશાનો PHOTO, લખ્યો ભાવુક મેસેજ

શાહિદ કપૂર અને મીરા કપૂરની પુત્રી મીશા કપૂર 26મી ઓગસ્ટના રોજ 2 વર્ષની થઈ જશે, પરંતુ તેની મમ્મીએ એવું માન્યું છે કે તે ખુબ જલ્દી મોટી થઈ રહી છે.

મીરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં મીશાએ કાળો પોશાક અને ફૂટવેરમાં પહેર્યા છે. મીરાએ આ ચિત્રનું કૅપ્શન આપ્યું છે – તું ખુબ ઝડપથી મોટી થઈ રહી છે.

મીરા અને શાહિદ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મિશાના ફોટો શેર કરતા રહે છે. ગત વર્ષો, આ બંનેએ લંડનમાં મીશાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી હતી.

શાહિદ અને મીરા તેમના બીજા બાળકની રાહ જોઈ રહ્યાં છે. બંનેએ આ સમાચાર 20મી એપ્રિલના રોજ Instagram પર શેર કરીને જાહેરાત કરી હતી.

 

Growing up too fast! 🎀

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીશા ખૂબ જ સુંદર અને ક્યૂટ સ્ટાર કિડ છે. સોશ્યિલ મીડિયા પર તેના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. તેઓ ઘણીવાર મીશાની શાળાની બહાર પણ જોવા મળતા હોય.

You might also like